________________
માંગે છે અતિદક્ષ છે તે પોપટ ! શું જગત રાજા વગરનું (ન્યાય કરનાર વગરનું) છે ?” (૧૧) એ પ્રમાણે ઉત્પન્ન થયેલા સંશયવાળા તે બંને પુત્રને માટે વિવાદ કરતા ક્રમે કરીને રાજકુળમાં આવીને પોતાના સ્વરૂપને કહ્યું. (૧૨) “જે પ્રમાણે ખેતરમાં બીજ વવાયે છતે બધું જ વાવનારને મળે તે જ રીતે પુત્રની પરંપરા અવશ્ય પિતાને જ મેળવવા યોગ્ય છે.” (૧૩) આ પ્રમાણે વિચારીને રાજા વડે પુત્ર પોપટને અપાવાયો. પોપટીએ તે સ્થિતિને વાહિકામાં (ચોપડામાં) લખાવડાવી. (૧૪) આંબાના વૃક્ષની નીચે બેઠેલા શ્રુતજ્ઞાનીને વૈરાગ્ય વડે, ગર્ભિત એવી પોપટીએ વંદન કરીને પોતાનું આયુષ્ય પૂછ્યું. (૧૫) “હે પોપટી ! બાંધ્યું છે મનુષ્યનું આયુષ્ય જેણે એવી તું આજથી ત્રીજે દિવસે મરીને મસ્ત્રીની પુત્રીપણાને પ્રાપ્ત કરીને રાજાની પત્ની થઈશ.” (૧૬) ક્યારેક ભાગ્યના યોગે જોઈને જાતિસ્મરણ થાય” એમ વિચારીને પોપટીએ સાધુએ કહેલા વૃતાન્તને ચૈત્યની ભીંત ઉપર લખાવ્યો. (૧૭) સ્વયં મુનિની પાસે જઈને યુક્તિપૂર્વક અનશનને ગ્રહણ કર્યું. (૧૮) વધતા એવા શુભ આશયવાળી તેણે જેવું લીધું એવું પાલન કર્યું. મત્રીની રતિસુન્દરી નામની પત્નીની કુક્ષિપંકજમાં સ્વપ્ન વડે સૂચવાયેલી, શુભોદયવાળી એવી તેણી અવતરી. સમયે ઉત્પન્ન થઈ. (૧૯) રૂપની સંપત્તિ વડે દેવીને જીતી લેતી, નામ વડે ભુવનાનન્દા પુત્રી એવી તેણીએ પ્રૌઢપણું પ્રાપ્ત કર્યું. (૨૦) પુણ્યના પરિપાકથી થોડા જ દિવસોમાં તેણીએ સરસ્વતીની જેમ કલાકલાપમાં પ્રવીણતાને મેળવી. (૨૧) એક વખત ઉદ્યાનના શૃંગારરૂપ ચૈત્યમાં અક્ષરાવલીને જોઈને ઉત્પન્ન થયેલા જાતિસ્મરણવાળી એવી તેણીને તરત જ પોપટીનો ભવ યાદ આવ્યો. (૨૨) “તે શ્રી જિનેશ્વરના પ્રભાવથી જ મસ્ત્રીના ઘરે હું ઉત્પન્ન થઈ “એ પ્રમાણે ભક્તિથી નિત્ય તેની પૂજા કરતી હતી. (૨૩) આ બાજુ પોતાની ઘોડીઓ વડે મસ્ત્રીના ઉત્પન્ન થયેલા અનેક નાના ઘોડાઓને એક વખત રાજાએ મંગાવ્યા. (૨૪) “જે કારણથી આ બધા પિતાના ઘોડાઓ વડે ઉત્પન્ન થયા છે, જેથી “જેનું બીજ તેની જ તે વસ્તુ” એમ ભુવનાનન્દાએ આપવા ન દીધા. (૨૫) જો રાજા વિશ્વાસ ન કરે તો પોતાની વહિકાને જોવાય, જે
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૨