________________
:
ગાથાર્થ જે પુરુષોના માહાત્મ્યના ગર્વને જગતમાં ઇન્દ્ર પણ ખંડિત નથી કરી શકતો એવા પણ પુરુષો નારીઓ વડે પોતાનું દાસપણું કરાવાયા છે. ૬૮
ભાષાંતરઃ જેઓના - જે પુરુષોના માહાત્મ્યના મડફ્ફરને અર્થાત્ શક્તિના ગર્વને જગતમાં અર્થાત્ સંસારમાં શક્ર પણ ખંડિત નથી કરતો એટલે કે મનુષ્યો તો દૂર રહો પણ દેવેન્દ્ર પણ જેઓના અહંકારને જીતવા માટે સમર્થ નથી તે પુરુષો પણ સ્ત્રીઓ વડે પોતાનું દાસપણું કરાવાય છે. સ્વવીર્ય વડે અભિમાનવાળા સમર્થ એવાની પણ ગણના નથી. તેઓ પણ શરીરની વિવિધ રચનાઓ વડે સ્ત્રીઓ વડે વિડંબના કરાવાયા છે. અહીં ભુવનાનંદા રાણી અને રિપુમર્દન રાજાનું દૃષ્ટાન્ત છે, તે આ પ્રમાણે -
આ ભરતક્ષેત્રમાં સુખવાસ નામનું નગર છે, જ્યાં અત્યંત ઉંચા મહેલોને વિષે તારાઓ વડે અક્ષતનું આચરણ કરાતું હતું. (૧) ત્યાં આગળ માન વડે ઉન્નત, તીવ્ર પ્રતાપ રૂપી સૂર્યથી યુક્ત એવા સુમેરુ (મેરુ પર્વત)ની જેમ રત્નો વડે સમૃદ્ધ એવો રિપુમર્દન રાજા હતો. (૨) તેને એક ન્યાયનો સાગર એવો બુદ્ધિસાગર નામનો મન્ત્રી હતો. તેને પ્રેમાળ એવી રિપુસુન્દરી નામની પત્ની હતી. (૩) ત્યાં આગળ પૂર્વ દિશામાં વિમાનને અડતું હોય એટલું ઊંચું અત્યંત સુંદર એવું શ્રીમદ્ આદિનાથ દેવનું ચૈત્ય હતું. (૪) તેની પૂર્વમાં અતિ વિશાળ એવું આંબાનું ઉત્તમ વૃક્ષ હતું. ત્યાં મનુષ્યની ભાષાને જાણતું એવું પોપટ મિથુન રહેતું હતું. (૫) એક વખત પુત્રનો જન્મ થયે છતે હર્ષિત થયેલા પોપટ દમ્પતી ભૂમિ ઉપર રાજાથી પણ અધિક પોતાની સફળતાને ધારણ કરતા હતા. (૬) એક વખત અન્ય પોપટીની ઉપર આસક્ત એવા પોતાના પતિને માનીને પોપટીએ ‘જ્યાં તારી પ્રિયા છે ત્યાં તારે જવાય” એ પ્રમાણે માળામાં પ્રવેશ ન કરવા દીધો. (૭) કહ્યું છે કે અન્યમાં આસક્ત એવા પુરુષ ઉપર પ્રેમ, બીજાને આધીન એવી સંપત્તિ અને કદર નહીં કરનારની સેવા એ પુરુષોને ત્રણ વિષ છે. (૮) “હે ભદ્રે ! બીજી વખત નહીં કરવાની કબૂલાત વડે મને ક્ષમા કર” એ પ્રમાણે પોપટ વડે અત્યંત રીતે કહેવાયા છતાં પણ જ્યારે પોપટી માની નહીં.' (૯) ત્યારે પોપટે કહ્યું કે “મારા કુળનું કારણ એવા મારા પુત્રને આપ જેથી હું ઇચ્છા મુજબ જઉં અને સૂખપૂર્વક તું અહીં રહે.” (૧૦) “સ્વયં અપરાધોને ક૨ીને પુત્રને પણ
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૧