________________
અટકાવાઈને સંબંધીઓ વડે પૂછાયું “આના વડે કયો દોષ કરાયો છે ?” તેઓ વડે કહેવાયું “મુખદોષ (વધુ બોલવું તે) જેવો બીજો કોઈ અપરાધ નથી.” (પક,૫૭) સ્વજનો વડે ભેગા થઈને મત્રી વર્ગને ભક્તિથી આમંત્રણ કરાયો અને તે (પા) છોડાવાયો. કૃપા વડે તેઓ (મસ્ત્રીઓ) વડે પહેલો (ધૂર્વ) પુરુષ પણ છોડી દેવાયો. (૫૮) એક દિવસ ફરીથી રાજાએ વૃદ્ધ મન્ત્રીઓને કહ્યું “સ્વર્ગમાંથી દેવી લઈ અવાય તેણી વિના હું દુઃખી છું.” (પ૯) આ બાજુ સચિવો વડે વિચાર કરીને કોઈક રૂપ અને અલંકારને ધારણ કરનારી, ઉત્તમ, નાયિકા નવયૌવનવાળી, નામ વડે લક્ષ્મી, વિચક્ષણ એવી શીખવાડીને બહાર ઉદ્યાનમાં સ્થાપન કરાઈ. રાજાને કહેવાયું “દેવીને (લાવવા) માટે સ્વર્ગમાં માણસ મોકલાવ્યો છે” (૯૦,૩૧) બીજે દિવસે આવેલા પુરુષે રાજાને કહ્યું “દેવી ઉદ્યાનમાં આવી છે. હે દેવ ! તમે ભાગ્ય વડે વધો છો” (૬૨) બધા અંગને વિષે રહેલા પોતાના આભરણાદિ તેને આપીને મોટી સામગ્રી સાથે આદરથી રાજા ઉદ્યાનમાં આવ્યા. (૬૩) દેવીને જોઈને ખુશ થયેલા રાજાએ સચિવોને કહ્યું “રૂપની સમ્મદા વડે જ દેવીનો સ્વર્ગવાસ જણાય છે. (૧૪) પહેલા શ્યામ, નાના કાન, લાંબા હોઠ, વક્રનાસિકા હતી, અને આશ્ચર્ય છે કે હવે તો આ બીજા જેવી પ્રાપ્ત થઈ છે. (૬૫) પણ એમાં સંશય શું હોય ? કારણ કે ત્યાંનું ભોજન જ સુધારસ છે, વિગેરે દેવોના બધા ભાવો જોડવા યોગ્ય છે.” (જે કારણથી આ આટલી રૂપવતી થઈ છે.) (૬૬) “અને વળી હર્ષ પામેલો ઇન્દ્ર વડે હે નાથ ! તમારા આગ્રહથી સર્વ અંગને સુંદર કરીને સુંદરી મોકલાવાઈ છે, એમ સચિવે કહ્યું. (૬૭) આનંદ વડે પુષ્ટ ભાવને પ્રાપ્ત થયેલા રાજા વડે પોતાના હાથીના સ્કંધ ઉપર બેસાડીને જલ્દીથી અંત:પુરમાં લઈ જવાઈ. (૧૮) વધતા એવા રાગ વડે રાત દિવસ તેણીને ભોગવતો રાજા તેણીને સ્વર્ગની વાર્તા પૂછે છે અને સારી રીતે શીખવાડેલી તેણી પણ કહે છે. (૧૯) આ પ્રમાણે મોટા માનને ધારણ કરનારા જે પુરુષો પૃથ્વીને તૃણ જેવી માને છે, તેઓ પણ કામના આવેશના વશથી સ્ત્રીઓને સેંકડો કાલાવાલા કરે છે (૭૦) એ પ્રમાણે સ્નેહ વડે ગ્રહણ થયેલા વિજયપાલરાજાનું દૃષ્ટાન્ત છે. IIકો .
ઈન્દ્રિયપરાજયશતક ૧૪૦