________________
સમાન મૂર્છાનું બહુમાન કરતો, વેંતપણા વડે હાથને ક૨તો (નાનાને મોટું કરતો) વિષમતા વડે વિષયભૂત કરાયેલો, ગ્લાનિ વડે વિષય કરાયેલો, દુઃખાસિકા વડે દંશાયેલો, કાલ વડે ખોળામાં કરાયેલો, પીડાઓ વડે પીડાયેલો, નિયતિ વડે નિરૂપણ કરાયેલો, ભાગ્ય વડે ખાવાની ઇચ્છા કરાયેલો અન્ય શ્વાસોચ્છવાસની નજીકમાં, મહાપ્રવાસના મુખમાં, દીર્ઘ નિદ્રાના દ્વારમાં, યમની જિલ્લાના અગ્રભાગમાં ૨હેલો, વાણીમાં વિરલ થયેલો, શરીરમાં વિત્વલ થયેલો, પ્રલાપ ક૨વામાં પ્રચૂર, બગાસાદિ વડે જીતાયેલો આ પ્રમાણેની અવસ્થાને અનુભવતો હોવા છતાં પણ મહામોહના ઊદયથી ભોગોને ભોગવવાની ઇચ્છાવાળો સતત વેદનાના વશથી ઝરતા આંસુથી લાલ થયેલા લોચનવાળી અને પાસે બેઠેલી ભાર્યાને હે કુરુમતિ ! કુરુમતિ એ પ્રમાણે બોલતો સાતમી નરકની પૃથ્વીમાં ગયો. ત્યાં નરકમાં પણ તીવ્રતર વેદનાથી પરાભૂત થયેલો તે વેદનાને પણ અવગણીને તે જ પ્રમાણે કુરુમતીને બોલાવે છે આ પ્રમાણે ભોગોનો રાગ કેટલાકને દુખે કરીને ત્યાજ્ય થાય છે. અને વળી ઘણા સત્ત્વવાળા આત્માથી શરીર અન્ય છે, એમ જાણેલા તત્ત્વવાળા કેટલાક મહાપુરુષોને સનતકુમારાદિની જેમ વેદનાનો સદ્ભાવ હોવા છતાં પણ મારા વડે જ આ કરાયેલ કર્મ સહન કરવા યોગ્ય છે. આ પ્રમાણે ઉત્પન્ન થયેલા નિશ્ચયવાળા અને કર્મને ખપાવવામાં ઉદ્યત થયેલાઓને મનમાં પીડા ઉત્પન્ન થતી નથી. કહેલું છે કે જે સ્વયં જ વાવેલું, મોહરૂપી પાણીથી સિંચાયેલું, જન્મ રૂપી ક્યારાથી અશુભ, રાગ-દ્વેષ-કષાયોની પરંપરા રૂપ મહાનિર્વિઘ્ન બીજવાળું, રોગો વડે અંકુરિત થયેલું, વિપત્તિઓથી પુષ્પિત થયેલું એવું આ કર્મ રૂપી વૃક્ષ હમણાં છે તે સહન ક૨વા યોગ્ય છે. જો હમણાં સહન ન કરાય તો અધોગામિ (નરકાદિના) દુ:ખો વડે આ કર્મવૃક્ષ સારી રીતે ફલવાળુ થશે. ।।૧।
-
અને વળી તારે આ દુ:ખોનો વિપાક સહન કરવા યોગ્ય છે. એકઠા કરેલા કર્મોનો ખરેખર નાશ થતો નથી. એ પ્રમાણે ગણીને જે-જે દુ:ખ આવે છે, તેને સારી રીતે સહન કર. આવો સદ્-અસનો વિવેક અન્ય ગતિમાં ફરી ક્યાંથી થાય ? ll૭૮૫
ગાથાર્થ ઘોર સંસાર અટવીમાં પોતાના કર્મ રૂપી પવનથી ચલિત થયેલો જીવ અસહ્ય વેદના યુક્ત કઈ કઈ વિટંબણાઓ પામતો નથી ? ।।૯।।
વૈરાગ્યશતક ૪૫