________________
નથી. અહીં દ્વિતીયાના સ્થાને સાતમી થઈ છે. અને “ધ્રુજતી એવી મારા વડે મર્દન કરાયા” “તે ત્રણ વડે પૃથ્વી અલંકૃત કરાઈ છે.” અહીં તૃતીયાના સ્થાને સપ્તમી થઈ છે. અભોગી એટલે કે ભોગોથી વિરામ પામેલો લપાતો નથી, કર્મથી લપાતો નથી. ભોગી સંસારમાં ભમે છે, અભોગી કર્મોથી મૂકાય છે અર્થાત્ આત્મા
કર્મોથી મૂકાય છે. ૧૯ ગાથાર્થ : એક ભીનો અને એક સૂકો એમ બે માટીના ગોળા કોઈ વડે ભીંત ઉપર
ફેંકાયા. બંને ભીંતને વિષે પડ્યા એમાંથી જે ભીનો હતો, તે ભીંત ઉપર ચોંટી જાય છે. એ જ પ્રમાણે જે પુરુષો કામમાં લમ્પટ અને દુર્બુદ્ધિવાળા હોય છે તે (ભીના ગોળાની જેમ) સ્ત્રી આદિની સાથે લાગે છે અને જેઓ
વિરક્ત હોય છે, તેઓ સૂકા ગોળાની જેમ લાગતા નથી. ૨૦-૨૧ ભાષાંતરઃ ભીનો અને સૂકો એમ બે ગોળાકાર માટીના ગોળા કોઈના વડે હાથથી
ભીંત ઉપર ફેંકાયા. બંને ભીંત ઉપર પડ્યા, એમાંનો જે ભીનો ગોળો હતો, એ ભીંતની સાથે ચોંટી જાય છે, એ જ પ્રકાર વડે જે લોકો કામ લાલસાવાળા એટલે કે કામમાં લખ્યુટ હોય છે, દુર્બુદ્ધિ હોય છે, તેઓ સ્ત્રીઓની સાથે જોડાય છે એટલે કે આસક્ત થાય છે. જ્યારે જેઓ વિરક્ત છે, તેઓ શિવકુમારની જેમ સ્ત્રીઓ વડે પરિવરેલા હોવા છતાં તેઓને વિષે રાગની બુદ્ધિ કરતા નથી. કોની જેમ ? જેમ સૂકો માટીનો ગોળો ભીંત ઉપર નથી ચોંટતો એમ વિરાગી જીવો સ્ત્રીઓ વિષે રાગ કરતા નથી. શિવકુમારની કથા આ પ્રમાણે છે - ભવદત્તનો જીવ સ્વર્ગમાંથી ઔવેલો પુષ્કલાવતી વિજયની મહાવિદેહ ક્ષેત્રની પૃથ્વીને વિષે શિરોમણિ એવી પુંડરિકિણી નગરીમાં વજદત્ત ચક્રીની યશોધરા નામની રાણીની કુક્ષિમાં અવતર્યો I/૧,ી તે ગર્ભ, કુક્ષિ રૂપી સરોવરમાં હંસપણાને પામે છતે યશોધરાદેવીને સમુદ્રમાં સ્નાન કરવાનો દોહદ થયો (૩) અને રાજાએ સમુદ્રની પત્ની એવી સીતા નદીમાં મહાદેવીને ક્રીડા કરાવીને તે દોહદ પૂર્ણ કર્યો. (૪) સંપૂર્ણ થયેલા દોહદવાળી યશોધરા
ઈન્દ્રિયપરાજયશતક
૭૬