________________
છો તો તમે અહીં જ રહો, (૪૭) શિવકુમારે પણ જઈને પૂજ્ય પિતાને વિનંતિ કરી કે આજે મારા વડે સાગરદત્ત ઋષિ પાસેથી દેશના સંભળાઈ. (૪૮) તેમની કૃપાથી મારા વડે ભવની અસારતા જણાઈ, ભારથી જેમ ભારિક વિરક્ત થાય તેમ તેથી હું સંસારથી વિરક્ત થયો છું (૪૯) તે કારણથી પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે મને અનુજ્ઞા આપો. મોહ રૂપી અંધકારવાળા મારે હવે પ્રભાત જેવા સાગરમુનિ જ શરણ છે. (૫૦) માતાપિતાએ કહ્યું “હે વત્સ ! યૌવનવયમાં તું વ્રતને ગ્રહણ ન કર. હજી પણ તારી ક્રીડાને જોવાથી અમને મળતું સુખ પૂરું નથી થતું. (૫૧) હે આયુષ્યમાનું !અચાનક તું અત્યંત નિર્મમ કેવી રીતે થઈ ગયો કે જે નહિ ઓળખતાની જેમ અમને તું છોડી જવાને ઇચ્છે છે. (૫૨) જો તું ભક્ત છે અને જો તું અમને પૂછીને જ જવાનો છે તો અમારા બંનેની જીભ તો એક ન' કારને જ બોલનારી થશે. (૫૩) આ પ્રમાણે માતાપિતા આદેશ ન આપતે છતે શિવ જવા માટે અસમર્થ થયો, પણ ત્યાં જ સર્વ સાવદ્યનો નિયમ કરીને તે ભાવ યતિ થયો. (૫૪) હું મુનિ સાગરદત્તનો શિષ્ય છું એ પ્રમાણે નિશ્ચિત થયો અને મૌન લઈને રહ્યો. મૌન બધા અર્થનું સાધક છે. (૫૫) બળપૂર્વક પણ ભોજન માટે બેસાડાયેલા એવા શિવકુમાર કંઈ પણ વાપરતા નથી. “મને કંઈ ગમતું નથી' એ પ્રમાણે વારંવાર બોલતા હતા. (પ) આ પ્રમાણે મોક્ષની ઇચ્છાવાળા શિવકુમાર વડે ઉદ્વિગ્ન કરાયેલા રાજાએ શ્રેષ્ઠીપુત્ર દઢધર્મને બોલાવીને આદેશ કર્યો, (૫૭) કે હે વત્સ ! વ્રત માટે રજા નહિ અપાયેલા, પત્થર જેવા નિષ્ફર હૃદયવાળા એવા મારા પુત્ર શિવ વડે મૌન કરાયું છે. (૫૮) નિષ્ફળ ગયેલી ફાળવાળો દીપડો હોતે છતે સમર્થ થતા મદવાળા હાથીની જેમ તે સેંકડો મધુર વચનો વડે પણ ભોજન નથી કરતો. (૫૯) તું જે રીતે પણ જાણે એ રીતે મારા પુત્ર શિવને ભોજન કરાવ, અને આમ કરતા એવા તારા વડે મારો શું શું ઉપકાર નહીં કરાય ? (એટલે કે મોટો ઉપકાર થશે)
ઈન્દ્રિયપરાજયશતક ૮૦