________________
ત્યાર બાદ તે માકન્દિપુત્રો સેંકડો યોજન અંદર ઊતરે છતે સેંકડો ઉત્પાત ઉદ્દભવ્યા તે આ પ્રમાણે - અકાલે ગર્જના, અકાલે વીજળી, મેઘનો ગડગડાટ, કાલિક વંટોળીયો થયો. ત્યાર બાદ તે નાવ, તે વંટોળિયા વડે વારંવાર હડસેલાતી વારંવાર ખળભળાતી, પાણીના તીવ્ર વેગ વડે ફેરવાતી, જાણે ભીંત ઉપર હાથ વડે હણાયેલા દડાની જેમ, ત્યાંને ત્યાં જ વારંવાર ઊંચે જતી, જાણે ધરણીતલથી ઉડતી, વિદ્યાને સિદ્ધ કરેલી વિદ્યાધર કન્યા ન હોય ! અને વારંવાર નીચે પડતી જાણે ભ્રષ્ટવિદ્યાવાળી ગગનતલથી નીચે પડતી વિદ્યાધર કન્યા ન હોય ! પલાયન થતી હતી જાણે મહાગરુડના વેગથી ત્રાસ પામેલી સર્પિણી ન હોય ! અને દોડતી હતી જાણે ઘણા લોકોના મોટા અવાજથી ત્રાસ પામેલી, સ્થાનથી ભ્રષ્ટ થયેલી બાલઘોડી ન હોય ! નિગુંજન કરતી હતી જાણે વડીલો વડે બતાવાયો છે અપરાધ જેને એવી સુજનકુલની કન્યા ન હોય ! વળી ભમતી હતી જાણે તરંગોના સેંકડો પ્રહાર વડે તાડન કરાતી ના હોય ! જાણે ગગનમાંથી છૂટી ગયેલા આધારવાળી ન હોય ! અને વળી પતિના વિયોગવાળી, બધી ગ્રન્થિઓમાંથી ઝરતા ઘોર અશ્રુપાત વડે નવવધૂની જેમ રડતી અને વળી શત્રુરાજા વડે ઘેરાઈ ગયેલી, ૫૨મ ભયવાળી મહાનગરીની જેમ વિલાપ કરતી,
ઈન્દ્રિયપરાજયશતક ८०