________________
ગાથાર્થ : જેમ શ્લેષ્મ (કફ)માં પડેલી માખી પોતાને એમાંથી છૂટી કરવા સમર્થ નથી
થતી તે જ રીતે કામાંધ પુરષ વિષય રૂપી શ્લેષ્મમાં પડેલો પોતાના આત્માને
તેમાંથી ઉદ્ધરવા સમર્થ થતો નથી. I૪૭ી ભાષાંતરઃ જે રીતે મક્ષિકા (માખી) શ્લેષ્મ એટલે ખટ (કફ)માં પડેલા પોતાના
શરીરને શ્લેષ્મમાંથી છૂટું કરવા સમર્થ નથી થતી, તે જ રીતે કામાંધ પુરુષ વિષય રૂપી શ્લેષ્મમાં પડેલા પોતાના આત્માને તેમાંથી વિમોચન કરવા એટલે કે ઉદ્ધાર કરવા માટે સમર્થ થતો નથી. એટલે કે વિષયનો રાગ હોવાથી આત્માને તેનો ત્યાગ કરાવવા માટે (વિષયોને જીતવા માટે)
સમર્થ થતો નથી..૪૭ી. ગાથાર્થ : જે સુખ વીતરાગ પ્રાપ્ત કરે છે તે સુખને તે જ (વીતરાગ) જાણે પણ અન્ય
નહિ. ખાબોચિયામાં રહેલું ભંડ-ડુક્કર તે દેવલોકના સુખને નિચ્ચે નથી
જાણતું. I૪૮. ભાષાંતરઃ વીતરાગ એટલે કે ચાલી ગઈ છે વિષયો ઉપરની રાગની બુદ્ધિ જેની એવો
જે, સુખને એટલે કે આલાદને પ્રાપ્ત કરે છે તે સુખ તે જ, એટલે વીતરાગ જ પ્રાપ્ત કરે છે (જાણે છે) પણ બીજો નહીં એટલે વીતરાગ સિવાયનો બીજો નથી જાણતો. ખાડામાં રહેલો ડુક્કર સુરલોકમાં થતું તે સૌરલૌકિક “અનુશતિકાદિ ગણપાઠનો હોવાથી ઉભયપદવૃદ્ધિ થઈ છે.
- સૌખ્ય એટલે સ્વર્ગ સંબંધી સુખને જાણતો નથી. I૪૮ ગાથાર્થ ઃ જે કારણથી હજી પણ દુઃખોના આશ્રવ રૂપ એવા વિષયોને વિષે જીવોને
જે પ્રતિબંધ (પ્રવૃત્તિનું સાતત્યપણું) છે, તે કારણથી જણાય છે કે મોટાઓને
પણ મહામોહ તે અલંઘનીય છે. I૪૯ો. ભાષાંતર જે કારણથી આજે પણ એટલે કે વિષયથી વિરક્તતાને ઉત્પન્ન કરનારા
શ્રી જિનાગમના શ્રવણ વડે વાસિત થયેલું અંત:કરણપણું હોતે છતે પણ, જીવોનો દુઃખાશ્રવ રૂપ એટલે કે દુ:ખો આશ્રવે છે, પ્રવેશ કરે છે જેનાથી તે દુ:ખાશ્રવો અર્થાત્ દુઃખોના ઉપાદાન (મુખ્ય) કારણભૂત એવા પ્રકારના વિષયોને વિષે જે પ્રતિબન્ધ એટલે કે સાતત્ય વડે (નિરંતર) પ્રવૃત્તિ છે, તે કારણથી જણાય છે કે મોટાઓને એટલે કે મહાશયોને પણ મહામોહ તે અલંઘનીય એટલે કે દુ:ખે કરીને ઉલંઘન કરાય (જીતી શકાય) એવો છે. મહામોહનું બળવત્તરપણું હોવાથી મોટાઓને પણ
વિષયોથી વિરતિ થતી નથી. જે કારણથી કહ્યું છે કે * જે જે “પ્રાપ્તિ અર્થવાળા છે તે તે “જ્ઞાન” અર્થવાળા છે એ ન્યાયથી અહીં જાણે છે એવો અર્થ કરવો યોગ્ય છે.
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૯