________________
હાથીઓને પાણી, માછલાને જાળ, હરણને વર્ગીરા, પક્ષીઓને પાશ અને પુરુષોને સ્ત્રીઓ અહીં બંધન છે.
કેવું યુવતિનું અંગ પાશ છે ? અશુચિ મૂત્રમળના પ્રવાહરૂપ - અશુચિઅપવિત્ર મૂત્ર એટલે પ્રસ્રાવ, મલ તે વિષ્ટા એનો જે પ્રવાહ અર્થાત્ નિરંતર પ્રવૃત્તિ તે રૂપ અંગ છે.
મલ શબ્દ વળી અઘ, કિટ્ટ, કદર્ય, વિષ્ટા એમ અનેક અર્થમાં છે. (૨૫૧૭) તથા ‘વાન્તપિત્તવસામન્ના પુષ્પસં' વાન્ત એટલે વનમ પિત્ત એટલે માયુ અથવા પીવાય છે જળ આના વડે તે પિત્ત અથવા પડે છે તે પિત્ત, વસા એટલે માંસથી ઉત્પન્ન થયેલ ચરબી, મજ્જા એટલે હાડકાની ચિકાશ, પુષ્પસ તે હૃદયના ડાબા પડખે લોહીના ફેનથી થયેલો માંસનો ખંડ તે બધાનો દ્વન્દ્વ સમાસ તે વાન્તપિત્તવસામજ્જાપુષ્પસ, તે છે જેમાં એવું (અંગ) તથા મેદ તે માંસ અને મેદનો અવસ્થા વડે કરાયેલો ભેદ. માંસ તે પલલ અને ઘણા હાડકા એટલે કીકસ, તેઓનો કરંડક એટલે કે આધાર છે. કદંડક એટલે પુષ્પાદિનો આધાર એવો અર્થ લિંગાનુશાસનની ટીકામાં કરેલ છે. તથા ચર્મમાત્ર વડે ચામડી વડે જ આચ્છાદિત એટલે કે વીંટળાયેલું છે. તથા યુવતિનું અંગ માંસનો જથ્થો હોવાથી સાક્ષાત્ માંસપિંડ જ છે. તથા ‘મૂત્ર પુરીષ મિશ્ર' એટલે મૂત્ર અને વિષ્ટાથી યુક્ત અહીં મૂત્ર વિષ્ટાનું ફરીથી કથન કર્યું તે અતિ જુગુપ્સાને દેખાડવા માટે છે. તથા સિંધાણ - શ્લેષ્માદિ તેને નિજ્ઝરતું તે અતિશય ઝરતું, ગળતું. ધાતુના છ આદેશો થાય છે. (સિ. ૮-૮-૧૭૩) સૂત્રથી વિર, ફ્લર, પારડ્, પથ્થઽ, નિષ્પરૂ, નિકૢઅર્ એ પ્રમાણે સિંધાણ તે નાકમાં થતો મલ તથા અનિત્ય અર્થાત્ અશાશ્વત તથા કૃમી તે ક્ષુદ્ર (નાના) જન્તુઓનો વાસ, રહેઠાણ છે. ૫૧,૫૨
ગાથાર્થ : પાશ વડે ચતુષ્પદ અને પાંજરા વડે પક્ષી બંધાય છે. એ રીતે યુતિ રૂપી પાંજરા વડે બંધાયેલા પુરુષો ક્લેશને અનુભવે છે. II૫૩
૧. બ્યુસ તે પેટની અંદર રહેલું આંતરડું વિશેષ, ‘ફેફ્સ’, અને લોકમાં કાળજું શબ્દથી પ્રચલિત દ્રવ્ય તે અહીં ટીકામાં છે.
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૧