________________
ભાષાંતરઃ પાશ વડે અર્થાતુ બન્ધનગ્રન્થિ વડે, પંજર એટલે કે “વાંસ વડે અનુક્રમે
ચતુષ્પદ મૃગાદિ અને પક્ષીઓ-વિહગો બંધાય છે એટલે કે નિયંત્રિત કરાય છે. એ જ રીતે યુવતિ રૂપી પાંજરા વડે બંધાયેલા વશીકૃત થયેલા પુરુષો ક્લેશને અનુભવે છે. સ્ત્રીઓથી છૂટતા નથી. પ૩.
ગાથાર્થ ? ખરેખર (આશ્ચર્ય છે કે, મોહ તે મહામલ્લ છે, જે કારણથી અનિત્યત્વને
જાણતા એવા અમારા જેવાઓ પણ નિચ્ચે ક્ષણ માટે પણ (સ્ત્રીઆદિના
સંગથી) વિરામ નથી પામતા. ભાષાંતરઃ ‘ગદો' શબ્દ આશ્ચર્ય અર્થમાં છે. મોહ એટલે મોહનીય કર્મ, મહામલ્લ
અર્થાત્ મહાબલી છે. મલ્લ શબ્દ કપાલ, બલી, મત્સ્ય, પાત્ર (૨-૫૧૭) એમ અનેક અર્થમાં છે. (અભિધાન ચિંતામણિ) જે કારણથી અમારા જેવા પણ અર્થાત્ સકલ શાસ્ત્રના અવબોધ વડે શરીરાદિના અનિત્યપણાને જાણતા એવા પણ ક્ષણ માટે પણ સ્ત્રી આદિના સંગથી વિરામ નથી પામતા, પાછા નથી ફરતા. “દુ' શબ્દ નિશ્ચય અર્થમાં છે. મોહ તે દુ:ખે કરીને ત્યાગ કરી શકાય એવો છે. જે કારણે કહ્યું છે કેમસ્તક મુંડ છે, આ મુખ અનિષ્ટ ગંધવાનું છે, વરાક એવા આ પેટનું ભરણ ભિક્ષા માટે ફરવા વડે થાય છે, મેલ વડે મલિન અને ચાલી ગયેલી સર્વ શોભાવાળું આખું શરીર છે તો પણ આશ્ચર્ય છે કે મનને હજી કામની
ઇચ્છા છે. પ૪ો. ગાથાર્થ : યુવતીઓની સાથે સંસર્ગને કરતો (પુરુષ) સકલ દુઃખોની સાથે સંસર્ગ
કરે છે, જે કારણથી બિલાડીઓનો સંસર્ગ ઉંદરોને ક્યારેય સુખકર નથી
હોતો. પપા ભાષાંતર: યુવતીઓની સાથે સંસર્ગ એટલે કે સંબંધને કરતો સકલ દુ:ખોની સાથે
સંસર્ગ કરે છે. યુવતિના સંબંધમાં તપ; શીલ વ્રતાદિના ભંગથી બધા દુખો થાય છે. જે કારણે કહ્યું છે કે - શયન ઘરમાં પ્રસરતો એવો યુવતિજનને વિષે સદ્ભાવ, વિશ્વાસ, સ્નેહ, રતિનો વ્યતિકર, તે તપ, શીલ અને વ્રતાદિને ફોડે (ભાંગે) છે. જે કારણથી બિલાડીઓની સાથે મૂષક એટલે આખુઓનો સંગ એટલે કે સંયોગ નિચ્ચે સુખકર નથી હોતો. પપા
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૨