________________
ગાથાર્થ : જે કારણથી હરિ, હર, ચતુરાનન, ચન્દ્ર, સૂર્ય, સ્કંદાદિ જે દેવો પણ,
નારીનું કિંકરપણું (દાસત્વ) કરે છે. એ વિષતૃષ્ણાને ધિક્કાર થાઓ. //પકો.
ભાષાંતરઃ હરિ, હર, ચતુરાનન ચંદ્ર, સૂર્ય, સ્કંદાદિ દેવો પણ સ્ત્રીઓનું કિંકરવા
એટલે દાસત્વ કરે છે. ધિક્કાર છે એવી વિષયની તૃષ્ણાને અર્થાત્ ઇન્દ્રિયોની અર્થલોલતાને લૌકિક મતે જ આ બધા દેવો છે અને તેઓ સ્ત્રીઓ વડે જુદા જુદા પ્રકારે નચાવાયા છે. તેમાં હરિ એટલે નારાયણ (કૃષ્ણ) તેનું વળી સ્ત્રીનું પરવશપણું રુક્મિણીના પાણિગ્રહણના અવસરે જાણવા યોગ્ય છે અને ક્રીડાની લોલતા વડે ગોપીઓને વિષે તેના તે તે છેડતીના પ્રકારો લૌકિક પ્રસિદ્ધપણા વડે અનેક પ્રકારે જાણવા. જે આ પ્રમાણે અશ્રુત - કૃષ્ણને અપાયેલી છે દૃષ્ટિ જેના વડે, દહીંથી રિક્ત એવા ભાજનમાં (વાસણમાં) મન્થાનક (વલોવવાનું) ને કરતી એવી રાધા જગતને પવિત્ર કરો અને તેણીના સ્તનરૂપી ગુચ્છા ઉપર લોલ દૃષ્ટિ ભ્રમરવાળા દોહવાની બુદ્ધિવડે (ગાયને બદલે) વૃષભને બાંધતા એવા કૃષ્ણ પણ (પવિત્ર કરો) હર એટલે મહાદેવ, તેનું પણ પાર્વતીના વિરહને નહીં સહન કરવા વડે અર્ધનારી નારેશ્વરની મૂર્તિના ધારકપણામાં નારીનું કિંકરપણું સ્પષ્ટ જ છે. જે કારણથી કહેવાયું છે કે મદન વડે દેહના દહનના વ્યતિકર વડે વશમાં નહીં રહેલો ચંદ્રચૂડ (શંકર), ફુટ રીતે નહિ વિશ્વાસ (સહન) કરતી એવી ગૌરી (પાર્વતી) વડે પોતાના શરીર વડે વાસ કરાયો. આ શું અંબા છે ? ના આ અંબા નથી. આ કોઈ પુરુષ પણ નથી. આના મુખના અગ્રમાં દાઢી છે તો શું પિતા છે ? ના પિતા પણ નથી. સ્તન વડે મોટું હૃદય ક્યારેય જોવાયું નથી. આણી કોણ છે ? અથવા આ પુરુષ કોણ છે ? આ શું છે ? આ કેવી રીતે છે? એ પ્રમાણે ભય સહિત કાર્તિકેય ગયે છd, દેવીની સાથે હાસ્યપૂર્વક એકાન્તમાં પરિણત થયેલા પાર્વતીશ પવિત્ર કરો. એ પ્રમાણે કેટલું કહેવાય ? ચતુરાનન એટલે બ્રહ્મા તેનું વર્તન આ પ્રમાણે – પહેલા ક્યારેક પ્રજાપતિ જંગલમાં રહેતા હતા. શરદ ઋતુમાં અતિ દુ:સહ એવો સાડા ત્રણ કરોડ
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૩