________________
અને વળી કહ્યું છે કે – કૃશ, કાણો, લંગડો, બહેરો, કપાઈ ગયેલી પૂછડીવાળો, ઘામાંથી નીકળતી અશુચિ વડે ભીંજાયેલો, ભૂખ વડે ક્ષામ થયેલો, ઘરડો, જૂના એવા પિઠરના કપાલ ઉપર ગળું ટેકવીને રહેલો એવો પણ કૂતરો કૂતરીને અનુસરે છે. ખરેખર મદન (કામ) તે હણેલાને પણ હણે છે. કા.
ગાથાર્થ : ખેદની વાત છે કે વિષયને વશ જીવો જિનધર્મને હારીને નરકમાં જાય છે.
જેમ ચિત્ર વડે નિવારણ કરાયેલો બ્રહ્મદત્ત રાજા નરકમાં ગયો તેમ..કપા.
ભાષાંતરઃ વિષયને વશ અર્થાત્ વિષયની પરાધીનતાને કારણે જીવો જિનધર્મને
હારીને નરકમાં જાય છે. ‘હા’ શબ્દ ખેદ અર્થમાં છે. જ્યાં અસહ્ય એવા કરવત વડે ચીરાવું, કશ્મીમાં પકાવવું વિગેરે, પરમાધામીઓ વડે અપાયેલું, પરસ્પર ઉદીરણા કરાયેલું, અને સ્વાભાવિક દુ:ખ હોય છે. દૃષ્ટાન્ત વડે દઢ કરે છે. જે આ પ્રમાણે – ચિત્ર વડે નિવારણ કરાયેલો બ્રહ્મદત્ત રાજા. તે દૃષ્ટાન્ત શ્રી ઉત્તરાધ્યયન સિદ્ધાન્તમાં જે પ્રમાણે કહ્યું છે તે વૃત્તિકાર ભગવંત કહે છે – ચાંડાલજાતિથી પરાભવ પામેલા સંભૂતિએ હસ્તિનાપુરમાં નિદાનને કર્યું. પદ્મગુલ્મ વિમાનથી ઍવીને કાંપીલ્ય નગરમાં ચૂલણીની કુક્ષિમાં બ્રહ્મદત્ત તરીકે ઉત્પન્ન થયો. (૧) ચિત્ર વળી પુરિમતાલ નગરમાં વિશાળ એવા શ્રેષ્ઠીકુળમાં ઉત્પન્ન થયો. ધર્મ સાંભળીને દીક્ષા લીધી. (૨) એ ચિત્રનો જીવ અને સંભૂતનો જીવ બંને કાંપીલ્ય નગરમાં મળ્યા. (તેઓએ ઉપાય વડે એકબીજા ઓળખ્યા) તેઓ એકમેકને સુખદુ:ખ રૂપ ફળ વિપાકને કહે છે. (૩) મહાન ઋદ્ધિવાળા, મહાન યશવાળા બ્રહ્મદત્ત ચક્રવર્તીએ બહુમાન વડે ભાઈને (પૂર્વભવના) આ વચનો કહે છે. (૪) “આપણે બંને એકબીજાને અનુસરનારા, એકબીજામાં અનુરક્ત, એકબીજાનાના હિતને ઇચ્છનારા એવા ભાઈઓ હતા.(૫) (એ પછીના ભવમાં) દશાર્ણ નગરમાં દાસ થયા, (ત્યાર પછીના ભવમાં) કાલિંજર પર્વત ઉપર મૃગ થયા, પછી મૃતગંગાને કાંઠે હંસ થયા, તે પછી કાશી દેશમાં ચંડાલ થયા () અને
ઈન્દ્રિયપરાજયશતક ૧૩૨