________________
આસક્ત એવા અમે ભિક્ષુના માર્ગને અનુસરી નથી શકતા (૩૦) (સાધુએ કહ્યું, “(યથાયુષ્ય) કાળ પસાર થાય છે. રાત્રિઓ જાય છે. વળી પુરુષોના - ભોગો પણ નિત્ય નથી, ભોગો સામે જઈને પુરુષનો ત્યાગ કરે છે, જેમ ક્ષીણફળવાળા વૃક્ષનો ત્યાગ પક્ષીઓ કરે તેમ. (૩૧) જો તું ભોગોને ત્યાગ કરવા અસમર્થ છે, તો હે રાજનું!(શિષ્ટ પુરુષને છાજે) એવા આર્ય કર્મને કરજે. સર્વ પ્રજા પ્રત્યે અનુકંપાવાળા ધર્મમાં રહેલો છે. અહીંથી (મરીને) વૈિક્રિય (શરીરવાળો) દેવ થઈશ. (૩૨) (હજી પણ) જો ભોગોને ત્યાગ કરવાની તને બુદ્ધિ નથી અને આરંભ પરિગ્રહમાં તું ગૃદ્ધ છે તો આટલો વિપ્રલાપ (ઉપદેશ રૂપ) તે નિષ્ફળ જ કરાયો. (જવાની આજ્ઞા માટે) તું આમંત્રણ કરાયેલો છે હે રાજનું ! હું જઉ છું.”(૩૩) પંચાલરાજા બ્રહ્મદત્ત પણ તે સાધુના વચનને નહિ ગણકારીને અનુત્તર (સર્વોત્તમ) ભોગોને ભોગવીને અનુત્તર (બધી નરકમાં મોટી-અપ્રતિષ્ઠાન નામની) નરકમાં પ્રવેશ્યો. (૩૪) કામભોગોથી વિરક્ત, ઉદાત્ત ચારિત્ર અને તપવાળો, મહર્ષિ એવા ચિત્ર મુનિ પણ અનુત્તર (સર્વોત્તમ) સંયમને પાળીને અનુત્તર એવી સિદ્ધિગતિને પ્રાપ્ત થયા. એમ હું કહું છું. (૩૫) જેમ ચિત્ર મુનિ વડે ઘણા ઉપદેશો વડે વારણ કરાયેલો પણ બ્રહ્મદત્ત ચક્રવર્તી વિષયોને ત્યાગ નહીં કરીને સાતમી નરકમાં ગયો તેજ રીતે અન્ય પુરુષો પણ વિષયના અપરિત્યાગથી નરકમાં જાય છે. પણ
ગાથાર્થ ઃ તે પુરુષોને ધિક્કાર થાઓ કે જેઓ જિનવચન રૂપી અમૃતને મૂકીને
ચાર ગતિમાં વિડંબનાને કરાવનારી ઘોર એવી વિષય રૂપી મદિરાને
પીએ છે. કલા ભાષાંતરઃ તે નરોને ધિક્કાર છે દ્વિતીયાના અર્થમાં અહીં ષષ્ઠી કરી છે. કે જેઓ
જિનવચન રૂપી અમૃતને પણ મૂકીને ચાર ગતિ-નરકાદિને વિષે અર્થાત્ વિગોપન (કદર્થના)ને કરતો ઘોર-રૌદ્ર (ભયંકર) એવી નરકગતિનું કારણ હોવાથી ઘોર એવો વિષય રૂ૫ આસવ મૈરેય-મદિરાને પીએ છે.
અમૃત ત્યજીને કોના વડે મદ્ય આસ્વાદ કરાય ? Iકડા ગાથાર્થ ? જે માનને ધરનારા (ઉત્તમ) પુરુષો મરણ આવે તો પણ દીનવચનો
નથી બોલતા એવા પણ તેઓ સ્નેહના કદાગ્રહ વડે ગ્રહણ કરાયેલા બાળાઓને (સ્ત્રીઓને) લલ્લિ-રકની જેમ પ્રાર્થના કરે છે. IIક૭ll
ઈન્દ્રિયપરાજયશતક ૧૩૫