________________
શ્વપાકજાતિ (ચંડાલ)ને પ્રાપ્ત થયેલા આપણા બંનેની મનુષ્યોમાં સૌથી અધમ જાતિ હતી. જ્યાં બધા લોકોને અપ્રીતિકર એવા આપણે ચંડાલના ઘરમાં જ રહ્યા. (૧૮) તે પાપી જાતિમાં બધા લોકોને જુગુપ્સનીય એવા આપણે બંને ચંડાલના ઘરે રહ્યા. આ જન્મમાં વળી પહેલા કરાયેલા કર્મો જ શુભ જાતિનું કારણ છે. (૧૯) (જે પહેલાં ચંડાલ ભવમાં સંભૂતિ મુનિ હતા) તે તું હાલમાં મહાન ઋદ્ધિવાળો, મહાનુભાગ અને પુણ્યફળથી યુક્ત એવો રાજા છે. અશાશ્વત એવા ભોગોનો ત્યાગ કરીને આદાન (ચારિત્ર)ના હેતુથી અભિનિષ્ક્રમણ કર (પ્રવજ્યા ગ્રહણ કર) (૨૦) હે રાજન! અહીં અશાશ્વત એવા જીવિતમાં ઘણા એવા પુણ્યને નહીં કરતો, મૃત્યુના મુખને પ્રાપ્ત થયેલો શોક કરે છે અને ધર્મને નહીં કરીને પરલોકમાં ગયેલો પણ શોકને કરે છે.) (૨૧) જેમ સિંહમૃગને તેમ મૃત્યુ અંતકાલે મનુષ્યને ગ્રહણ કરીને લઈ જાય છે અને તે કાલે તેને માતા, પિતા અથવા ભાઈ અંશધર - તેના ભાગને ધારણ કરનારા નથી થતા. (૨૨) તેના દુઃખનો જ્ઞાતિઓ નહીં, મિત્રવર્ગનહીં, પુત્રોનહીં કે બાંધવો પણ વિભાગ નથી કરતા.એકલો સ્વયં જ દુ:ખો અનુભવે છે. કર્મ કર્તાને જ અનુસરે છે. (૨૩) દ્વિપદ, ચતુષ્પદ, ક્ષેત્ર, ઘર, ધન, ધાન્ય બધું છોડીને પોતાનું કર્મ છે બીજું એવો એકલો જ પરાધીન એવો સુંદર અથવા પાપક અસુંદર એવા પરભવમાં જાય છે. (૨૪) તેના સંબંધી એકલા, ચિતામાં ગયેલા એવા તુચ્છ શરીરને અગ્નિ વડે બાળીને ભાર્યા, પુત્ર, જ્ઞાતિજન અથવા દાતાર પણ પાછળ જતો નથી. (૨૫) હે રાજનું!નરનું જીવિત પ્રમાદ વગર (નિરંતર) (મૃત્યુ તરફ) લઈ જવાય છે. જરા તેના વર્ણન કરે છે. હે પંચાલરાજા ! (આ) વચનને સાંભળ. (પંચેન્દ્રિયનો વધ વિગેરે) મહાન કર્મોને તું કરીશ નહિ. (૨૦) (હવે ચક્રી કહે છે)” હે સાધુ ! હું પણ જાણું છું, જે પ્રમાણે તું મને આ (ઉપદેશને) વાક્યને કહે છે.” હે આર્ય ! આસક્તિને કરાવનાર એવા આ ભોગો અમારા જેવા વડે દુ:ખે કરીને જીતવા યોગ્ય (ત્યાગ કરવા યોગ્ય) થાય છે. (૨૭) હે ચિત્ર!હસ્તિનાપુરમાં મહદ્ધિક એવા નરપતિને જોઈને કામભોગોમાં આસક્ત એવા મારા વડે અશુભ નિયાણું કરાયું. (૨૮) તેને (નિયાણાને) પ્રતિક્રમણ નહીં કરેલા એવા મને આ આવા પ્રકારનું ફળ મળ્યું કે જેથી ધર્મને જાણતો એવો પણ હું કામ ભોગોમાં મૂચ્છિત છું (આસક્ત છું). (૨૯) જેમ કાદવમાં ખૂંપેલો હાથી સ્થળને (નજીકમાં) જોતો છતો કિનારે પણ જવા સમર્થ નથી થતો, એ રીતે કામભોગમાં
ઈન્દ્રિયપરાજયશતક ૧૩૪