________________
ગાથાર્થ : જીવોના પાપચરિત્રો કહેવા માટે પણ અતિદુષ્કર છે. “યવં ના સા
સા સા એ અહીં દૃષ્ટાંત છે. પ૮ ભાષાંતરઃ જીવોના પાપચરિત્રો દુગ્રેષ્ટિતા કહેવા માટે પણ સુદુષ્કર અર્થાતુ સારી રીતે
દુ:શક્ય છે. “ભગવાન્ જેણી તે છે તેણી તે છે?એના વડે દૃષ્ટાન્તને સૂચવતા શિષ્યને કહે છે. પ્રત્યાદેશ એટલે દૃષ્ટાન્ત,દુપૂરણ અર્થમાં. આ દૃષ્ટાન્ત) આ પ્રકારે છે. તારે એ કારણથી કોઈ પણ રીતે પાપ ચરિતો કરવા યોગ્ય નથી. એ અહીં અભિપ્રાય છે. હવે કથાનક - મહાવીર ભગવાનના સમવસરણમાં કોઈ એક ભીલ, મન વડે પૂછે છે. ભગવાને કહ્યું હે ભદ્ર ! વાણી વડે પૂછ' તેણે કહ્યું ભગવનું જેણી તે છે તેણી તે જ છે ? ભગવાન વડે કહેવાયું હે ભદ્ર ! જેણી તે છે તેણી તે છે. ભલ જતો રહ્યો, ત્યાર બાદ ગૌતમે લોકોને પ્રતિબોધ કરવા કહ્યું “એના વડે શું પૂછાયું ? અથવા આપ પૂજ્ય વડે શું કહેવાયું ?” ત્યાર પછી ભગવાને તેના વૃતાન્તને કહ્યો. વસંતપુરમાં અનંગસેન નામનો સુવર્ણકાર હતો. સ્ત્રીની લોલુપતા વડે ઇચ્છિત દાનને આપવા વડે પોતાના રૂપ વડે તિરસ્કૃત કરી છે દેવાંગનાઓને જેણે એવી પાંચસો યુવાન પત્નીઓને ભેગી કરીને ઇર્ષામાં તત્પરપણા વડે બધીને મહેલમાં સ્થાપન કરીને તેઓનું રક્ષણ કરતો રહેતો હતો. પોતાના પરિભોગ માટેની સ્ત્રી સિવાય બીજી કોઈ પણ સ્ત્રીઓને વસ્ત્રાભૂષણ વિગેરે વડે સંસ્કાર કરવા નહોતો દેતો. હવે એકવાર નહિ ઇચ્છતો એવો પણ તે મિત્ર વડે પ્રકરણમાં ક્યાંક પ્રસંગે) લઈ જવાયો. “આ અવસર છે” એમ કરીને કરાયેલા સ્નાન, વિલેપન, આભરણ અને નેપથ્થવાળી, હાથમાં લીધા છે દર્પણ જેણીઓએ એવી બધી પત્નીઓ ક્રીડા કરવા લાગી. સુવર્ણકાર પાછો આવ્યો. ક્રોધિત થયો. દર્પણ ગ્રહણ કરીને એક પત્નીને મર્મભાગને વિષે હણી. પ્રાણોથી વિયોગ કરાવાઈ. અન્ય પત્નીઓ વડે વિચારાયું આપણને પણ આ એ પ્રમાણે કરશે. ભયથી એક સાથે તેઓવડે બધા દર્પણો તેના ઉપર નંખાયા.તે મરી ગયો. તે મરે છતે પશ્ચાત્તાપ થયો. પતિને મારનારીઓની અન્ય ગતિ નથી, એમ વિચારીને દરેકે અગ્નિમાં પ્રવેશ કર્યો. સામુદાયિક કર્મના વશથી એક પલ્લીમાં બધી ચોર તરીકે થઈ. પહેલા હણાએલી પત્નીનો જીવ તે કોઈક ગામમાં બાળક થયો. સુવર્ણકાર તિર્યંચયોનિઓમાં ભમીને તે બાળકની બેન તરીકે ઉત્પન્ન થયો. પૂર્વભવની વાસનાના તીવ્રપણાથી અતિમોહની ઉત્કટતા વડે તેણી પ્રતિક્ષણ રડે છે. તે છોકરા વડે સહસા
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૮