________________
*મગ્નમામિ ધુરમ્ ફર્મર્તરિ શીત્રાર્થે” એ સૂત્રથી મદ્ ધાતુને પુર પ્રત્યય શીલ અર્થમાં છે વળી કામભોગો તુચ્છ એટલે કે અસાર છે, અલ્પ કાળ માટે જ રહેતા હોવાથી અસાર કહ્યા અને લાખ દુઃખોનું કારણ છે. જે કારણે કહ્યું છે કે મહર્ષિઓ વડે શાસ્ત્રમાં કામ ભોગો નાલિકાતપ્તકણક પ્રવેશના દૃષ્ટાન્તથી જીવના બાધક કહેવાયેલા છે. આ અધર્મનું મૂળ છે, ભવભાવને વધારનારા છે, તેથી પાપને નહિ ઇચ્છતા એવા વડે વિષ મિશ્રિત અન્નની જેમ કામભોગ ત્યાગ કરવા યોગ્ય છે. પણ
ગાથાર્થ : જેમ કાદવવાળા પાણીમાં ખૂંપેલો હાથી સ્થળને જોતો છતો કિનારાને પણ
પ્રાપ્ત નથી કરી શકતો તે જ રીતે કામભોગને વિષે આસક્ત (વૃદ્ધ) એવા જીવો સુંદર ધર્મના માર્ગને વિષે રત (આસક્ત) નથી થતા. કon.
ભાષાંતરઃ નાગ એટલે કે હાથી, જે રીતે, પંક-કાદવ છે મુખ્યતાએ જેમાં એવું પાણી
તે પંકજલ, તેમાં અવસગ્ન અર્થાત્ નિમગ્ન થયેલો સ્થળને જોતો છતો તીર એટલે કે કિનારાને પ્રાપ્ત કરતો નથી. ‘મપિ' નો અર્થ અધ્યાહારથી ગ્રહણ કરવાનો હોવાથી સ્થળ તો દૂર રહો પણ તીર-કિનારાને પણ પ્રાપ્ત કરતો નથી. એ પ્રમાણે કામભોગોને વિષે ગૃદ્ધ અર્થાત્ આસક્ત જીવો સુધર્મમાર્ગ-સુંદર, સારા એવા ધર્મ માર્ગને વિષે રત એટલે કે
આસક્ત થતા નથી. કoll. ગાથાર્થ : જેમ વિષ્ટાના ઢગલામાં ખૂંપેલો કૃમિ હંમેશાં સુખ માને છે તેમ વિષય
રૂપી અશુચિમાં ખૂંપેલો મૂર્ખ જીવ સુખ માને છે. કલો.
ભાષાંતરઃ જેમ વિષ્ટાના પુંજમાં ખૂંપેલો કૃમિ હંમેશાં સુખ માને છે - આ મારું
રહેઠાણ સુખકારી છે એ પ્રમાણે તે વિચારે છે અહીં ‘કુત્તો' એટલે ખૂંપેલો, “વા ઉત્ત' (૨-૭૪)થી દેશ્ય શબ્દ બનેલ છે. તે જ રીતે વિષય રૂપી અશુચિ - વિષયો અપવિત્ર હોવાથી તેને અશુચિ કહ્યા. તેમાં
રક્ત એવો મૂઢ જીવ પણ વિષયોને સુખરૂપે માને છે. IIકલા. આ સૂત્ર પાણિની વ્યાકરણનું લાગે છે. તેના સ્થાને સિદ્ધ હેમ વ્યાકારણમાં “બ્બમમિકો પુર:” (સિ. ૧-૨-૭૪) સૂત્ર છે. “ચૈત્ર દેહને ભાંગે છે” તે કર્તરિ પ્રયોગ. ચૈત્ર વડે દેહ ભંગાય છે.” તે કર્મણિ પ્રયોગ ‘દેહ સ્વયં જ ભંગાય છે એ કર્મકર્તરિ પ્રયોગ, કર્મકર્તરિમાં પણ શીલ અર્થની મુખ્યતા હોવાથી સ્વયં જ ભાંગવાનો સ્વભાવ = ભંગુર.”
ઈન્દ્રિયપરાજયશતક ૧૩૦