________________
ત્રીજી વાર કરાયું ત્યારે પણ નથી જોવાયુ', ચોથી વારમાં કહેવાયો કે “ફરીથી કર”. ઇલાપુત્ર વિરક્ત થયો, ત્યારે તે ઇલાપુત્ર વંશના અગ્રભાગ ઉપર રહેલો વિચારે છે. “ભોગોને ધિક્કાર થાઓ. આ રાજા આટલી રાણીઓ વડે તૃપ્ત નથી. આ લખપુત્રીની સાથે લાગવાની ઇચ્છા કરે છે. આ સ્ત્રીના કારણે મને મરાવવાને ઇચ્છે છે. અને તે ત્યાં રહેલો એક શ્રેષ્ઠીના ઘરમાં સર્વ અલંકારવાળી સ્ત્રીઓ વડે પ્રતિલાભ કરતા (વહોરાવાતા) સાધુને જુએ છે. સાધુને વિરક્તપણા વડે જુએ છે. ત્યારે વિચારે છે કે અહો ! વિષયોને વિષે નિઃસ્પૃહ લોકોને ધન્ય છે. હું શ્રેષ્ઠીપુત્ર છું. તો પણ આ અવસ્થા છે. ત્યાં જ વૈરાગ્યને પામેલા એને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે નટીને પણ વૈરાગ્ય, કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, રાજાની અઝમહિષી (પટરાણી)ને પણ અને રાજાને પણ તે જ રીતે વૈરાગ્ય અને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. એ રીતે તે ચારે પણ કેવલી થયા અને સિદ્ધ પણ થયા. આ પ્રમાણે ‘પ્રશ્નારે' સામયિં તૃમર્ એ અધિકારમાં સ્ત્રીને વશ ગયેલા ઇલાપુત્ર વડે પોતાનું કુલ પણ ત્યાગ કરાયું. અને વળી સ્ત્રીને વશ પામેલા રાવણની જેમ જીવિતવ્યનો નાશ કરે છે. જે કારણે કહ્યું છે કે – દેવ, માનવ, દાનવ જેવા પરાક્રમવાળો પણ પરસ્ત્રીનો રસિયો એવો લંકાધિપતિ રંકની જેમ વિષમદશાને પ્રાપ્ત થયો. તે આ પ્રમાણે - શ્રી રાવણ સીતાના અપહરણ વડે રાવણ-લક્ષ્મણના સંગ્રામમાં બિભીષણાદિ બન્ધ વર્ગથી વિયોગ કરાઈને તે પ્રકારના જગતને જય કરવા વડે પ્રાપ્ત થયેલી ઉર્જસ્વિ સામ્રાજ્ય રૂપી લક્ષ્મીથી પરિભ્રષ્ટ થયેલો રંકની જેમ યમરાજાના અતિથિપણાને પ્રાપ્ત થયો. જે કારણે કહ્યું છે કે – જો તમને જીવિત વ્હાલું છે તો પરસ્ત્રી સંગનો ત્યાગ કરો આશ્ચર્યની વાત છે કે વાનર સેનાના ઇન્દ્ર એવા રામની પત્ની સીતાને માટે રાવણના દશ મસ્તકો આળોટે છે. પણ तत्रापि न दृष्टं तृतीयमपि वारं कृतं, तत्रापि न दृष्टं, चतुर्थे वारे भणितः - पुनः कुरु, एष विरक्तः, तदा स इलापुत्रो वंशाग्रे स्थितः विचिन्तयति-धिगस्तु भोगान् एष राजा चिन्तयति - एतावतीभिर्न तृप्तः, एतया रङ्गोपजीविकया लगितुमभिलष्यति, एतस्याः कारणात् मां मारयितुमिच्छति स च तत्रस्थित एकत्र श्रेष्ठिगृहे साधून् प्रतिलम्भ्यमानान् पश्यति सर्वालङ्काराभिः स्त्रिभिः, साधूंश्च विरक्तत्वे प्रलोकयन् प्रेक्षते, तदा भणति- 'अहो धन्या निःस्पृहा विषयेषु' अहं श्रेष्ठिसुतः अत्रापि एतदवस्था, तत्रैव वैराग्यं गतस्य केवलज्ञानमुत्पन्नम् । तस्या अपि चेट्या वैराग्यं विभाषा, अग्रमहिष्या अपि, राज्ञोऽपि पुनरावृत्तिर्जाता वैराग्यं विभाषा, एवं ते चत्वारोऽपि केवलिनो जाताः सिद्धाश्च । 4મારા સામાયિૐ ગ્યતે I -
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૭