________________
જાતિ અર્થાતુ પોતાની સુકુલમાં ઉત્પત્તિ રૂપ જે જાતિ તેનો ત્યાગ કરે છે. જે રીતે ઇલાતીપુત્ર વડે પોતાનું કુલ ત્યાગ કરીને, નાટક કરીને, આજીવિકા ચલાવનારા નટોનું સેવકપણું આદર કરાયું તે પ્રમાણે અન્ય પુરુષો પણ જાતિ આદિનો ત્યાગ કરે છે. ત્યાં ઇલાતિપુત્રનું દૃષ્ટાંત આ પ્રમાણેએક ધિજાતીય (બ્રાહ્મણ) સ્થિર થયેલા સ્થવિરોની પાસે ધર્મને સાંભળીને પત્ની સહિત દીક્ષા ગ્રહણ કરી. બંને ઉગ્રમાં ઉગ્ર પ્રવ્રજ્યાને કરે છે પણ પરસ્પર પ્રીતિ ઓછી થતી નથી. પત્ની તે બ્રાહ્મણપત્ની છું એ પ્રમાણે જરાક ગર્વને પણ વહન કરતી હતી. મરીને દેવલોકમાં ગયા. આયુષ્ય અનુસાર ભોગ ભોગવ્યા. આ બાજુ ઈલાવર્ધન નગરમાં ઈલાદેવી હતી. પુત્રને ઇચ્છતી એવી એક સાર્થવાહપત્ની તે દેવતાને સેવે છે. તે બ્રાહ્મણ ઍવીને તેણીનો પુત્ર થયો. તેણીએ “ઇલાતીપુત્ર' એ પ્રમાણે નામ કર્યું. બ્રાહ્મણની પત્ની પણ જાતિગર્વના દોષ વડે ત્યાંથી વેલી લખગકુલમાં (નટકુલ) ઉત્પન્ન થઈ. બંનેએ યૌવન પ્રાપ્ત કર્યું. એક વખત ઇલાપુત્ર વડે તે લખપુત્રી જોવાઈ. પૂર્વભવના રાગ વડે તે રાગવાળો થયો. સુવર્ણ વડે તોલીને માંગી તો પણ તે મળી નહિ. તેઓ બોલ્યા આ લખપુત્રી અક્ષયનિધિ છે. જો તું શિલ્પને શીખે અને અમારી સાથે ફરે તો તને મળે. તે તેઓની સાથે ફર્યો અને શીખ્યો. ત્યારે “વિવાહના નિમિત્તે રાજાના પ્રેક્ષણક (નાટક)ને કર” એ પ્રમાણે કહેવાય છતે બેનાતટ નગરમાં ગયા. ત્યાં અન્ત:પુર સહિત રાજા જુએ છે. ઈલાપુત્ર ક્રીડા કરે છે. રાજાની દૃષ્ટિ લખપુત્રી (નટી) ઉપર પડી. રાજા ધન નહીં આપતે છતે અન્ય લોક પણ આપતા નથી. વાહ, વાહ એવો અવાજ વર્તે છે. તે કહેવાયો હે લખ!પતનને કર. હવે પતન એટલે આ પ્રમાણે – વંશના શિખરે તીઠું લાકડું સ્થાપન કરાય. તે લાકડાની બંને બાજુ બે બે ખીલીઓ
સ્થપાય તે સ્થાપના આ રીતે. તે ઇલાપુત્ર પગમાં પાદુકા પહેરે. તે બંને પાદુકાઓ તલિયાના મધ્યભાગમાં એક એક છિદ્રથી યુક્ત છે. ત્યાર બાદ આ ઇલાપુત્રે તલવારની મુઠ્ઠી વડે વ્યગ્ર હાથવાળા એવા તી લાકડાના મધ્યભાગમાં રહીને આકાશમાં ઊડી છલાંગ મારીને પાદુકાની નલિકામાં તે કાલિકા પ્રવેશ કરાવવાની, એ રીતે સાત વાર આગળ તરફ અને સાત વાર પાછળ પગને મૂકીને આ રીતે પાદુકાના છિદ્રમાં કલિકાને પ્રવેશ કરાવાય ત્યારે પતન નામની ક્રીડા પૂરી થાય. જો એ ચૂકે તો ત્યાંથી પહેલા તેના સેંકડો ખંડ થઈ જાય. ઇલાપુત્ર વડે તે કરાયું. રાજા નટીને જુએ છે. લોકો વડે કલકલ અવાજ કરાયો. રાજા આપતો નથી. રાજા વિચારે છે કે જો મરી જાય, તો હું આ નટીને પરણું. અને કહે છે કે નથી જોવાયું. વળી પાછું કરાયું ત્યારે પણ નથી જોવાયું',
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૭