________________
કરતી તેણીઓ દક્ષિણ દિશામાં ગઈ. તેથી બ્રહ્માએ એક કોટી વર્ષના તપ વડે એક બીજું મુખ તેઓની સન્મુખ કર્યું. (૧૮) એ પ્રમાણે બીજા એક કોટી વર્ષના તપ વડે ત્રીજું મુખ કર્યુ અને તેણીઓના દર્શન માટે ઉત્સુક એવા તેણે ઉત્તર દિશામાં ચોથું મુખ કર્યું. (૧૯) અનુરાગની પરીક્ષા કરવા માટે નૃત્ય કરતી તેણીઓ ગગનમાં ગઈ. હવે અર્ધ કોટી વર્ષના તપ વડે વળી માથા ઉપર ગધેડાના મુખને બ્રહ્માએ કર્યુ. (૨૦) હવે નમસ્કાર કરીને, ઉપહાસ કરીને સુરાંગનાઓ સ્વર્ગમાં ગઈ. આ પ્રમાણે બ્રહ્મા ચતુરાનન થયો અને સ્ત્રીના દાસપણાને પણ પામ્યો. (૨૧)
-
અને ઇન્દ્ર પણ ખરેખર જ્યોતિષ્કના ઇન્દ્રની પદવીની પ્રાપ્તિના અવસરે પરિવાર સહિત નમસ્કાર કરવા માટે આવેલા સુરાસુરો વડે રૂપ વડે આકર્ષાયેલા ચિત્તવાળા એવા ઇન્દ્ર (ચન્દ્ર) સુરગુરુની (બૃહસ્પતિ) પત્નીને સેવીને બુધને જન્મ આપ્યો. અને સૂર્ય પણ – પોતાના તેજને નહીં સહન કરી શકતી પશ્ચિમ દિશાને આશ્રયીને ઘોડીના રૂપને ધારણ કરતી એવી રત્નાદેવી નામની ભાર્યાને નિરંતર સેવવાની ઇચ્છાવાળા તેણે રંધા વડે પોતાનું શરી૨ છોલી નાખ્યું. અને સ્કન્દ એટલે કાર્તિકેય, તેને જો કે લોકોએ બ્રહ્મચારી તરીકે માન્યો છે, તો પણ જો તે દેવ છે, તો અવિરતપણાને લીધે દુઃશીલતાનું ભાજન જ છે. આદિ શબ્દથી* અહલ્યાના જાર (વીટ) પણે પ્રસિદ્ધ એવા ઇન્દ્ર આદિ જાણવા. જે કારણે કહ્યું છે કે
“શુ કમળ જેવા નેત્રોવાળી દેવાંગનાઓ ન હતી કે ઇન્દ્રે અહલ્યા તાપસીને સેવી ? “હૃદય રૂપી ઘાસની કુટિરમાં કામાગ્નિ બળતે છતે પંડિત એવો પણ કોણ ઊચિત અથવા અનુચિતને જાણે ?” પડી
ગાથાર્થ : સ્ત્રીઓમાં આસક્ત એવા અવિવેકી મૂઢ પુરુષો ઠંડી અને ગરમીને સહન કરે છે, ઇલાતી પુત્રની જેમ જાતિનો ત્યાગ કરે છે અને રાવણની જેમ જીવનો પણ નાશ કરે છે. ૫૭ના
ભાષાંતર : સ્ત્રીઓને વિષે આસક્ત - અભિષ્યંગવાળા (રાગવાળા) મૂઢ અર્થાત્ મૂર્ખ પુરુષો શીત વેદના અને ઉષ્ણવેદનાને સહન કરે છે. તેઓ કેવા છે ? - અવિવેકવંત-વિવેકથી વિકલ અને સ્ત્રીમાં આસક્ત એવા ઇલાતીપુત્રની જેમ અહલ્યાના જા૨૫ણા વડે એક ઇન્દ્ર જ પ્રસિદ્ધ છે પણ તે બહુપતિ સેવનારી ન હતી. ઇન્દ્રાદિ પણ એ પ્રમાણે ‘આદિ’ શબ્દથી અહલ્યા સિવાયની સ્ત્રીઓના જા૨પણા વડે પ્રસિદ્ધ એવાઓનું ગ્રહણ કરવું.
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૫