________________
વર્ષ સુધી તપ કર્યો. (૧) તે જાણીને ઇન્દ્ર પોતાના ચિત્તમાં ક્ષોભ પામ્યા. જો આ પ્રજાપતિ (બ્રહ્મા) ક્રોધને ધારણ કરે તો મને પણ પદથી ભ્રષ્ટ કરી દે. (૨) આ ચિંતાના કારણે મેરુને વિષે ૨મતા નથી, નંદનવનમાં પણ આનંદ નથી પામતા, નાટકની પણ પ્રશંસા નથી કરતા, પ્રિયાઓને પણ ખુશ નથી કરતા. (૩) આ પ્રમાણે શૂન્યમનસ્ક એવા ઇન્દ્રને ઓળખીને અંજલિનો પુટ જોડીને રંભા વિગેરે દેવીઓ બોલી. (૪) “હે દેવરાજ સર્વ સંપત્તિ સ્વાધીન છે તમને શું દુ:સાધ્ય છે ? જે કારણથી કંઈક ખેદવાળા દેખાઓ છો ? (૫) જો કે સ્વભાવે ચપળ આશયવાળી એવી સ્ત્રી રહસ્ય કહેવા માટે યોગ્ય તો નથી, તો પણ હિતમાં છે કે જેથી દુ:ખ કહીને સુખને પ્રાપ્ત કરાય. (૬) તે કારણથી કહ્યું છે કે ‘નિરંતર ચિત્તમાં રહેલા મિત્રને, ગુણવાન એવા સેવકને, પ્રિયા એવી નારીને, મૈત્રીથી યુક્ત એવા સ્વામીને દુ:ખ કહીને સુખી થવાય છે.’ (૭) ઇન્દ્રે કહ્યું “ચૌદ જગતનો સર્જનહાર પ્રજાપતિ સ્વયં જે તીવ્ર તપ તપે છે, તે કારણથી મારું મન કમ્પે છે. (૮) હે સ્વામિન્ ! આ કેટલું માત્ર છે ? ક્ષણમાં અમે એને ક્ષોભ પમાડીએ. એ પ્રમાણે પ્રતિજ્ઞાને કરતી એવી તે દેવીઓ ઇન્દ્ર વડે ભૂતલ ઉપર વિસર્જન કરાઈ. (૯) દેવીઓએ સાથે મળીને બ્રહ્માની આગળ સન્ધિવૃત્તિ સ્વરગ્રામ વડે અદ્વિતીય અને મનોહર એવા સંગીતને કર્યું, (૧૦) તે ગીત, નૃત્ય, વાદિત્ર વડે વ્યાક્ષિપ્ત થઈ ગયેલી સકલ ઇન્દ્રિયવાળા બ્રહ્મા ક્ષણમાં જ હરણની જેમ નિશ્ચેષ્ટ કાયાવાળા થયા. (૧૧) તપમાં રહેલી તે દેવીઓને કહ્યું “ઇચ્છિત વરને વો.' તેઓમાંની કેળની ઉપમાવાળા સાથળવાળી રંભાએ પિતામહને કહ્યું (૧૨) “આ અમે છીએ આ છાગ છે અને આ કાદમ્બરી (સુરા) છે હે પ્રભુ !જો તમે અમારા ઉપર પ્રસન્ન થયા હો તો આ ત્રણમાંથી એકનો આદર કરો (સેવો) (૧૩)
બ્રહ્માએ વિચાર કર્યો સેવાયેલી આ દેવાંગનાઓ તપના ભ્રંશને માટે થાય, અને આ છાગ (બકરો) છે તેના જીવનો ઘાત ક૨વો તપસ્વિઓને ઊચિત નથી. (૧૪) અને વળી સુરા (મદિરા) તો પાણી જ છે તે શિષ્ટ ચિત્તવાળાઓને દુષ્ટ નથી. આથી મદિરાને સ્વીકારીને નિશંક થયેલા આત્માવાળા બ્રહ્માએ પીધી, (૧૫) ઉત્પન્ન થયેલા ઉન્માદવાળા, ક્ષુધાથી આક્રાન્ત થયેલા તેણે છાગને હણીને ખાધો અને તે દેવાંગનાઓની પણ ઇચ્છા કરી તેણીઓએ આ પ્રમાણે પરીક્ષા કરી. (૧૬) “આ બ્રહ્મા એકઠા કરાયેલા ભાવ તપથી તો નિશ્ચે ભ્રષ્ટ કરાયો છે. હવે પહેલાનો એકઠો કરાયેલો તપ કેવી રીતે ખરીદાય ?” (૧૭) એ પ્રમાણે વિચાર કરીને નૃત્ય
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૪