________________
ઇન્દ્રિયોમાં રસના, કર્મોમાં મોહનીય કર્મ, તથા વ્રતોમાં બ્રહ્મવ્રત ગુપ્તિઓમાં મનોગુપ્તિ તે ચારે ય દુ:ખે કરીને જીતાય છે. જેમ મસ્તકને વિષે રહેલી સોય વૃક્ષનો અગ્ર ભાગ) હણાયે છતે તાલવૃક્ષ
હણાઈ જાય છે તેમ મોહનીય ક્ષય પામે છતે બધા કર્મો હણાય છે. ll૪૯ ગાથાર્થ : જે કામાન્ય જીવો છે તેઓ શંકા રહિત થતા વિષયોમાં રમે છે. જે વળી
જિનવચનમાં રત છે તેઓ ભીરુ થયેલા વિષયોથી વિરામ પામે છે. પol.
ભાષાંતરઃ જે કામાન્ધ જીવો એટલે કે જજુઓ વિગત શંકાવાળા અર્થાતુ શંકા રહિત
થયેલા છે તેઓ નિ:સંશયપણે વિષયોમાં રમે છે એટલે કે રાગ કરે છે. જેઓ વળી જિનવચનમાં રત એટલે કે તીર્થકર વડે ઉપદેશ કરાયેલા આગમને સેવનારા છે તેઓ, ભીરું એટલે કે સંસાર સાગરથી ગભરાયેલા છે તેઓ, તેથી એટલે તે વિષયોથી વિરામ પામે છે, પાછા ફરે છે. “તેસુ” તે પંચમીના અર્થમાં સપ્તમી કરી છે. પoll
ગાથાર્થ ઃ મતિબાહ્ય એવા પુરુષોને અશુચિ મૂત્રમળના પ્રવાહરૂપ, વમન, પિત્ત, માંસ,
ચરબી, ફેફસાવાળું, મેદ, માંસ અને ઘણા હાડકાના કરંડિયા રૂપ, ચામડી માત્ર વડે ઢંકાયેલું, સાક્ષાત્ માંસના પિંડ જેવું, મૂત્ર અને પુરીષથી મિશ્રિત થયેલું, શ્લેષ્મકફાદિ અશુચિને ઝરતું, અનિત્ય, કૃમીઓનું રહેઠાણ, એવું યુવતિનું અંગ તે પાશ (બધા) છે. પલા
ભાષાંતરઃ મતિબાહ્ય અર્થાત્ તત્ત્વબુદ્ધિથી રહિત એવા પુરુષોને આ યુવતિનું અંગ
શરીર તે પાશ છે એટલે પગને બાંધનારી ગ્રન્થિ જેવું છે. જે કારણથી કહ્યું છે કે
ઈન્દ્રિયપરાજયશતક ૧૨૦