________________
ગાથાર્થ : સર્વ ગ્રન્થથી મુક્ત થયેલો, શીતળ થયેલો, પ્રશાન્ત ચિત્તવાળો એવો (સાધુ) જે મુક્તિસુખને પામે છે તે સુખ ચક્રવર્તી પણ નથી પામતો. II૪૭
ભાષાંતરઃ આ પ્રકારનો સાધુ જે મુક્તિસુખ પ્રાપ્ત કરે છે. મુક્તિ એટલે નિર્લોભતા અને તેનું જ સુખ તે મુક્તિસુખ. તે (સુખ) ચક્રવર્તી પણ ચોસઠ હજાર સ્ત્રીઓના પરિભોગમાં આસક્ત એવો પણ નથી પામતો. કેવો સાધુ ?સર્વ ગ્રન્થથી-બાહ્ય-અત્યંતર પરિગ્રહથી મુક્ત એટલે તેનાથી રહિત, બંધાય છે આત્મા જેના વડે તે ગ્રન્થ, બાહ્ય પરિગ્રહ તે ધન, ધાન્ય, હિરણ્ય, દ્વિપદ, ચતુષ્પદાદિ અને અત્યંતર વળી
મિથ્યાત્વ, સ્ત્રી, પુરુષ, નપુંસક એ ત્રણે વેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા એ છ, કોધ, માન, માયા અને લોભ એ ચાર એમ ચૌદ અત્યંતર ગ્રન્થિ જાણવી (અને વળી કેવો ?) -
તથા શીતીભૂત એટલે કે રાગાદિની ઉત્પત્તિથી રહિત જે શીતળતા તેને પ્રાપ્ત થયેલો, પ્રશાન્તચિત્ત તે ઉદય પામેલા કષાયોને નિષ્ફળ કરવા વડે (ઉપાશાન્ત થયેલો એવો સાધુ) મુક્તિસુખને પ્રાપ્ત કરે છે. ૪૬
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૮