________________
ન જા. ધીર પુરુષોના પગલા ઉપર અધ્યાસિત = આરૂઢ થા. ઉત્તમ જ્ઞાનવાળા મુનિગણને આવર્જિત કર (પ્રસન્ન કરો. અત્યારે સૌ પ્રથમ (તાવતુ=બાધકામ પડતા મૂકીને) મનને ઉપશમમાં લઈ જા (ધરહિ) (કારણ કે) ઘડપણ અને મરણ જલ્દી (દોડતું) આવી રહ્યું છે. આ પ્રમાણે અનુશાસન કરાયેલો સંવેગને પામ્યો. આત્માની નિંદા કરે છે. પરમનિર્ગુણ વ્યક્તિઓનું પ્રશંસાનું પ્રિયપણું જો અથવા વિદ્યમાન એવા ગુણો વડે જે મહાસત્ત્વશાળી પુરુષો લજ્જા પામે છે. જ્યારે બીજા ખોટી પ્રશંસામાં પણ લજ્જા પામતા નથી. પરંતુ આનંદ હૃદયમાં માતો નથી. અને શું ક્યારેય વર્ણ વડે સમાન એવો પણ બગલો કલહંસના ચરિત્રનું અનુકરણ કરી શકે ? શું ખજુઓ સૂર્યમંડલની તુલના કરી શકે ? એ પ્રમાણે સ્થૂલભદ્ર મુનિની પ્રશંસા કરતો, “હું આજ્ઞાને ઇચ્છું છું” એ પ્રમાણે કહીને ગુરુની પાસે ગયો, આલોચના કરીને પ્રતિક્રમણ કર્યું, વિહાર કરે છે. આચાર્યો વડે પણ કહેવાયું “શરીરને પીડા કરનારો વાઘ અથવા સર્પ જ્ઞાન, દર્શન અને ચારિત્રને ભેદવા માટે સમર્થ નથી. ભગવાન એવા સ્થૂલભદ્ર તીક્ષ્ણ (તલવાર) ઉપર વારંવાર ચાલ્યા વળી છેડાયા નહીં, અગ્નિની શિખા ઉપર ચાર માસ વસ્યા પણ બળ્યા નહીં” એ પ્રમાણે દુષ્કરદુષ્કર કરનાર એવા સ્થૂલભદ્ર છે. પૂર્વની પરિચિત, ઉત્કટ રાગી એવી તે સહન કરાઈ અને અત્યારે નથી જોવાયા દોષ જેમાં એવી શ્રાવિકા થઈ. તારા વડે તે (કોશા) પ્રાર્થના કરાઈ “એ રીતે ઠપકો અપાયો. એ પ્રમાણે તેઓ વિહાર કરે છે અને તે ગણિકા જે રીતે રથિકને અપાઈ, જે રીતે સ્થૂલભદ્રની પ્રશંસા કરે છે તે પ્રમાણે કથાનક આવશ્યક્યાં જોવા યોગ્ય છે. જે રીતે સ્થૂલભદ્રજી વડે સ્ત્રી પરિસહ સહન કરાયો તે રીતે તે સહન કરવો જોઈએ પણ તે રીતે નહીં જે રીતે તેના વડે (સિંહગુફાવાસી સાધુ) સહન ન કરાયો એ પ્રમાણે કોશાભવનમાં રહેલા સાધુની જેમ સ્ત્રીઓ વડે કોણ સંયમભ્રંશને નથી પ્રાપ્ત કરતા ? I૪પા.
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૭