________________
અને આવીને તે પ્રધાન મહેલમાં તે માર્કદિના બે પુત્રોને નહીં જોતી જ્યાં પૂર્વ તરફનું વનખંડ છે ત્યાં જાય છે યાવતું સર્વ ઠેકાણે ચારે બાજુ માર્ગની ગવેષણાને કરે છે. કરીને માકંદિના તે બે પુત્રોના કાંઈ સમાચારને નહીં પ્રાપ્ત કરતી જ્યાં ઉત્તર તરફનું વનખંડ છે એ પ્રમાણે પશ્ચિમમાં પણ વાવ નહીં જોતી અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે. ઉપયોગ મૂકીને માકદિના તે બે પુત્રો શૈલકની સાથે લવણ સમુદ્રના મધ્ય મધ્યભાગ વડે જતા જુએ છે. તરત કોપાયમાન થયેલી તલવાર અને ઢાલને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને સાત-આઠ ડગલા જેટલામાં ઉડે છે, ઉડીને ઉત્કૃષ્ટ ગતિ વડે જ્યાં માર્કદિના બે પુત્રો છે ત્યાં જ આવે છે. આવીને આ પ્રમાણે કહ્યું અરે ! મૃત્યુની પ્રાર્થના કરનારા ! શું તમે બંને જાણતા નથી કે જેથી મને છોડીને શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રના મધ્ય મધ્ય ભાગ વડે જઈ રહ્યા છો. આ પ્રમાણે ગયે છતે પણ જો તમે બંને મારી અપેક્ષા કરશો તો તમારા બંનેનું જીવન છે અને જો મારી અપેક્ષા નહિ કરો તો તમને બંનેને લીલાકમળ, પથ્થરની જેમ યાવતું મસ્તકને પાડીશ. ત્યાર પછી તે માનંદિના બે પુત્રોએ રત્નદ્વીપ દેવીની પાસે આ અર્થ સાંભળીને નહી ગભરાયેલા, ત્રાસ નહીં પામેલા, ઉદ્વેગને નહીં પામતા, ક્ષોભને નહિ પામેલા, સંભ્રમવાળા નહિ થયેલા તે બંને રત્નદ્વીપની દેવીની તે માગણીનો સ્વીકાર કરતા નથી, જાણતા નથી અને અપેક્ષા કરતા નથી. સ્વીકાર નહિ કરતા, નહિ જાણતા અને અપેક્ષા નહિ કરતા શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રના મધ્ય મધ્ય ભાગ વડે જાય છે
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૨