________________
ગાથાર્થ
પ્રકારનો દૃષ્ટિનો ક્ષોભ ? - મન્મથ એટલે કામદેવ, તેના શર એટલે બાણ, *ઉન્માદન, મોહન, તાપન, શોષણ અને મારણ એ નામના પાંચ બાણો, તેઓના પ્રસ૨નો ઓઘ એટલે પ્રવૃત્તિનો પ્રવાહ છે જેમાં એવો દૃષ્ટિનો ક્ષોભ થયે છતે, ત્યાં તે કેવી રીતે રહે ? ૩૯૫
ભાષાંતર: તે કારણથી તેઓની એટલે સ્ત્રીઓની દૃષ્ટિનો ત્યાગ કર એટલે કે તેઓની દૃષ્ટિના વિષયમાં ન જા. કોની જેમ ? દૃષ્ટિવિષ સર્પની દૃષ્ટિની જેમ, જે રીતે દૃષ્ટિવિષ સર્પની દૃષ્ટિનું વિષયપણું ત્યાગ કરવા યોગ્ય છે તે જ રીતે સ્ત્રીઓની દૃષ્ટિનું વિષયપણું પણ ત્યાગ કરવા યોગ્ય છે. તેમાં કા૨ણ કહે છે - જે કારણથી નયન રૂપી બાણોવાળી સ્ત્રીઓ ચારિત્ર રૂપી પ્રાણોનો નાશ કરે છે. સ્ત્રીઓ વડે કટાક્ષ કરાયેલા એવા કોણ ચારિત્રનો ત્યાગ નથી કરતા ? (બધા કરે છે) II૪ll
:
જે કારણથી સ્ત્રીના નયનબાણો ચારિત્ર રૂપી પ્રાણોનો નાશ કરે છે. તે કારણથી દષ્ટિવિષસર્પના જેવી સ્ત્રીઓની દૃષ્ટિને પરિહર કર. II૪૦ના
ત્યાગ
ગાથાર્થ : ક્ષુદ્ર એવી યુવતિ પિશાચીઓ વડે સિદ્ધાન્ત રૂપી સમુદ્રને પાર પામેલો પણ, જિતેન્દ્રિય એવો પણ, શૂરવીર એવો પણ, દઢચિત્તવાળો પણ (પુરુષ) ઠગાય છે. II૪૧|
ભાષાંતરઃ આવા પ્રકારનો પણ પુરુષ યુવતિ રૂપી પિશાચીઓ વડે ઠગાય છે. સન્માર્ગથી દૂર કરાય છે. કેવી સ્ત્રીઓ વડે ? ક્ષુદ્રા એટલે છીછરી બુદ્ધિવાળી સ્ત્રીઓ વડે. કેવો પુરુષ ? સિદ્ધાંતરૂપી સમુદ્રને પાર પામેલો પણ, ગાથામાં ‘પારંઅે' એ શબ્દમાં અલાક્ષણિક મૈં નો આગમ છે.
⭑
+ કાલિકાપુરાણમાં હર્ષણ, રોચન, દ્રાવણ, શોષણ અને મારણ નામના પાંચ બાણ કહેવાયેલા છે. અને કામ, મન્મથ, કન્દર્પ, મકરધ્વજ અને મીનકેતુ એ પાંચ નામ બીજા અધ્યાયમાં છે. બ્રહ્મવૈવર્તપુરાણમાં શ્રીકૃષ્ણજન્મખંડના ૩૨મા અધ્યાયમાં સમ્મોહન, ઉન્માદન, શોષણ તાપન અને સ્તમ્ભન એ પાંચ કામના બાણો કહેવાયા છે.
**
ગાથામા ‘રળિ’ હસ્વપણું “ટીર્ઘત્વો મિથો વૃત્તો” (સિ.૮-૨-૪) સૂત્રથી થયું છે.
કોઈપણ વ્યાકરણ સૂત્ર વડે નિર્દેશ નહીં કરાયેલો, આર્ષપ્રયોગમાં અથવા લોકથી જણાતો કોઈ પણ પ્રયોગ અલાક્ષણિક કહેવાય છે.
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૨