________________
તથા વિજિત કરાઈ છે એટલે કે વશ કરાઈ છે ઇન્દ્રિયો જેના વડે તે વિજિતેન્દ્રિય એવો પણ તથા શૂર એટલે કે વી૨ એવો પણ, તથા દૃઢચિત્તવાળો પણ પુરુષ સ્ત્રીઓ વડે ઠગાય છે
૪૧
ગાથાર્થ ઃ જે રીતે અગ્નિના સંપર્કમાં મીણ અને માખણ વિલીન થઈ જાય છે, તે જ રીતે રમણીના સંનિધાનમાં મુનિનું પણ મન વિદ્રવે છે. ૪૨
ભાષાંતરઃ જે રીતે અગ્નિનું સમીપપણું હોતે છતે, મદન અને નવનીત વિલયને પામે છે એટલે કે મીણ અને માખણનું કઠિનપણું દૂર થાય છે, તે જ રીતે ૨મણીસંનિધાનમાં એટલે કે સ્ત્રીના સંયોગમાં મુનિઓનું પણ મન વિદ્રવે છે, વિલીન થાય છે. દઢપણું છોડીને શિથિલ થાય છે. II૪૨॥ I
:
ગાથાર્થ ઃ જેમ નીચે જનારી, સારા પાણીને ધારણ કરનારી, મંથર ગતિવાળી નદીઓ વડે ગિરિવર ભેદાય છે, તે જ રીતે ઊંચા લોકનો ત્યાગ કરીને નીચ લોકની સાથે સંયોગ કરનારી, પુષ્ટ પયોધરવાળી, ઊંચા થઈને અત્યંત જોવા યોગ્ય મંથરગતિવાળી સ્ત્રીઓ વડે ગિરિવર જેવા મહાન પુરુષો પણ ભેદાય 99.118311
ભાષાંતરઃ આ પ્રકારની મહિલાઓ વડે નદીઓની જેમ ગિરિવર જેવા મહાન પણ ભેદાય છે. કેવી મહિલાઓ વડે ? નીચગામિની એટલે કે ઊંચા લોકનો ત્યાગ કરીને નીચ લોકના સંયોગને કરતી તથા શોભન એટલે કે પુષ્ટ પયોધર એટલે કે સ્તન છે જેણીના એવી સુપયોધરવાળી તથા ઉત્પ્રેક્ષ્ય એટલે ઊંચા થઈને પ્રકર્ષ વડે (અત્યંત રીતે) અવલોકન કરવા યોગ્ય એવી, મંથર એટલે કે વિલાસવાળી ગતિ છે જેઓની, એવી સ્ત્રીઓ વડે મહાન પુરુષ પણ ભેદાય છે. નદીઓ પણ એ જ રીતે નીચે (નીચુ વહેણ હોવાથી) જનારી હોય છે, શોમાં પયઃ એટલે સારા પાણીને ધારણ ક૨ના૨ી એટલે સુપયોધરા અને મન્થર (ધીમીધીમી) ગતિવાળી હોય છે. અહીં સ્ત્રીને નદીની ઉપમા આપી છે. નીચે જનારી, સુપયોધરવાળી, મંથર ગતિવાળી એ ત્રણની સાથે અત્રે સામ્યતા બતાવી છે. ૪૩।। ગાથાર્થ : વિષયો રૂપી જળવાળા, મોહ રૂપી કલ (મધુર અવાજ) વાળા, વિલાસ અને વિવ્લોક રૂપી જળચરો વડે વ્યાપ્ત, મદ રૂપ મગરો છે જેમાં એવા તારુણ્ય રૂપી મહાસમુદ્રનો ધીર પુરુષો પાર પામે છે. ૫૪૪॥
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૩