________________
પ્રમાણે - સ્થૂલભદ્રસ્વામી પણ સંભૂત વિજયની પાસે ઘોર આકારવાળા તપને કરે છે. વિહાર કરતા તે પાટલીપુત્રમાં આવ્યા. ત્રણે પણ સાધુ ભગવંતો અભિગ્રહોને ગ્રહણ કરે છે. એક સિંહગુફામાં, તેને જોતો સિંહ ઉપશાન્ત થયો. અન્ય સાધુ સર્પની વસતિમાં, તે દૃષ્ટિવિષ સર્પ પણ ઉપશાન્ત થયો; અન્ય કૂવાના ભારવટા ઉપર. સ્થૂલભદ્ર કોશાના ઘરે. તે ખુશ થઈ, કે પરિષહોથી પરાભવ પામેલો અહીં આવ્યો છે. તેને કહે છે હું શું કરું ? “ઉદ્યાનમાં મને સ્થાન આપ.” તેણી વડે અપાયું. રાત્રિમાં સર્વ અલંકારથી વિભૂષિત થયેલી આવી, મધુર વચનો બોલવાનું શરૂ કરાયું. તે મેરું જેવા નિષ્પકમ્પ રહ્યા. તેને ક્ષોભ પમાડવા અસમર્થ થઈ ત્યારે સભાવ વડે સેવા કરે છે. ભગવંત વડે પણ તે પ્રતિબોધ કરાઈ. કેવી રીતે ? - જો લાખો નદીઓ વડે સમુદ્ર, ઘણા કાષ્ઠના ભક્ષણ વડે અગ્નિ સંતોષ પામે તો પૂર્વે ક્યારેય તૃપ્તિ નહીં પામેલો જીવ વિષયો વડે સંતોષ પામે. લાંબા કાળ સુધી બંધુઓની સાથે વસીને, હૈયાની ઇષ્ટ વસ્તુઓ વડે રમીને - ભોગવીને લાંબા કાળથી લાલન કરાયેલું શરીર પણ છોડીને જ જવાનું છે. ઇષ્ટજન, ધનધાન્ય, વિષયો, પંચંગવલ્લભ, દેહ બધું એક સાથે જોડવાનું છે, તો પણ જીવોની આશા લાંબી હોય છે. આ બધું સાંભળીને કોશા સુશ્રાવિકા થઈ. કહે છે કે “જો રાજાના વશકી હોય તો જ અન્યની સાથે મારે વસવું, નહીં તો હું બ્રહ્મચારિણી રહીશ.” અભિગ્રહ પૂર્ણ થયે છતે ચાર માસના ઉપવાસ કરીને સિંહગુફાથી સાધુ પાછા આવ્યા, ત્યારે આચાર્ય વડે જરાક આ પ્રમાણે અભ્યત્થાન (સામે જવાયું) કરાયું કહેવાયું કે “દુષ્કર કરનારનું સ્વાગત છે.” એ પ્રમાણે સર્પના બિલની પાસેથી અને કૂવાના ભારવટા ઉપરથી આવેલા સાધુનું પણ જરાક અભ્યત્થાન કરાયું. સ્થૂલભદ્રસ્વામી પણ ત્યાં જ ગણિકાના ઘરે દરરોજ સર્વકામથી યુક્ત આહારને ગ્રહણ કરે છે. તે પણ ચાર માસ પૂર્ણ થયે છતે પાછા આવ્યા. આચાર્યએ સંભ્રમ વડે અદ્ભુત્થાન કર્યું અને
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૫