________________
ભાષાંતર: ધીર એટલે કે મનની દૃઢતાને ધારણ કરનારા પુરુષો, આવા પ્રકારના
તારુણ્ય મહાર્ણવ એટલે કે યૌવન રૂપી સમુદ્ર ઉત્તીર્ણ કરે છે એટલે કે તેના પારગામી (પાર પામનારા) થાય છે. કેવા તારુણ્ય મહાર્ણવને ? વિષયો રૂપી પાણી છે જેમાં, તથા મોહ રૂ૫ કલ એટલે કે અવ્યક્ત મધુર અવાજ છે જેમાં, તથા વિલાસ - સ્થિર રહેવું કે ગમન કરવા આદિમાં વિશિષ્ટપણું, વિબ્લોક એટલે સૌભાગ્યના ગર્વથી ઇષ્ટને વિષે પણ અવજ્ઞા અને *વિલાસ અને વિવેક રૂપી જલચરો માછલા વિગેરે તેઓ વડે આકીર્ણ એટલે વ્યાપ્ત તથા મદજાતિ આદિ આઠ પ્રકારનો તે મદ રૂપી મગરો જલચરવિશેષ છે જેમાં એવા યૌવનપણામાં આ વિષય, મોહ, વિલાસ, વિવોક, મદ નામના ભાવો હોય છે. સમુદ્રમાં પણ જળ, કલ (મધુર અવાજ), જલચર,મગરો હોય છે માટે તારુણ્યમાં સમુદ્રનું સામ્ય પ્રાપ્ત કરાવાયું છે. કલ શબ્દ જીર્ણ, રેતસુ અને અવ્યક્ત મધુર અવાજ એ પ્રમાણે અનેક અર્થમાં છે. અહીં યુવાનીને સમુદ્ર સાથે સરખાવી છે. યુવાનીમાં વિષય, મોહ, વિલાસ વિડ્વોક, મદના ભાવોને જલ, કલ, જલચર અને મગર સાથે
સરખાવ્યા છે. II૪૪ો. ગાથાર્થ ? જો કે ત્યાગ કરાયેલા સંગવાળો અને તપ વડે કશ થઈ ગયેલા
અંગવાળો હોય તો પણ કોશાના ભવનમાં રહેલા મુનિની જેમ
મહિલાના સંસર્ગથી પડે છે. ૪પો ભાષાંતરઃ જો કે ત્યાગ કરાયો છે સ્ત્રીઓનો સંગ એટલે કે નજીક રહેવાપણું
જેના વડે એવો, તથા તપ વડે એટલે કે છઠ્ઠ, અઠ્ઠમાદિ કરવા વડે જેનું શરીર કૃશ-દુબળું થઈ ગયું છે તેવો પણ મહિલાના સંસર્ગથી પડે છે એટલે સંયમથી ભ્રષ્ટ થાય છે. કોની જેમ ? કોશાના ભવનમાં
રહેલો જે મુનિ, સિંહગુફાવાસી સાધુ, તેની જેમ. તેની કથા આ * લીલા, વિલાસ, વિચ્છિત્તિ, વિબ્લોક, કિલિકિંચિત, મોટાયિત, કુટુંમિત, લલિત, વિહત
અને વિભ્રમ એ દશ સ્ત્રીઓના સ્વાભાવિક અલંકારો છે. એમાં વાણી અને વેષની ચેષ્ટાઓ વડે પ્રિયનું અનુકરણ તે લીલા, સ્થિર રહેવામાં કે ગમન આદિ કરવામાં વિશિષ્ટતા તે વિલાસ, શોભાને કરનારા એવા ગર્વથી અલ્પ વસ્ત્રને પહેરવા તે વિચ્છિત્તિ, સૌભાગ્યના ગર્વથી ઇષ્ટની પણ અવજ્ઞા તે વિવોક, સૌભાગ્યના ગર્વથી સ્મિતાદિનું જે મિશ્રણ તે ફિલિકિંચિત, પ્રિયની કથાદિમાં તેના સભાવની ભાવનાથી ઉત્પન્ન થતી જે ચેષ્ટા તે મોટાયિત, અધરાદિના ગ્રહણથી દુ:ખ થતું હોવા છતાં જે હર્ષ તે કુમિત, કોમળ રીતે અંગને સ્થાપવું તે લલિત, બોલવાના અવસરે બહાનાથી ન બોલવું તે વિહત, સૌભાગ્યના ગર્વથી વચનાદિનો જુદી રીતે પ્રયોગ તે વિભ્રમ.
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૪