________________
ભીંજવ્યો. લોકો વિખરાયા એટલે તેણીએ પૂછ્યું કેમ ભાઈ તેં વેશ્યા સંબંધી કામશાસ્ત્રના માર્ગદર્શનથી સ્ત્રીઓના સ્વભાવને વિષે શું જાણ્યું ? એ પ્રમાણે સ્ત્રીનું ચરિત્ર દુઃખે કરીને જાણી શકાય એવું છે. અહીં વિશ્વાસ કરવા યોગ્ય નથી. અને કહ્યું છે કે – “હૃદયમાં જૂદું, વાણીમાં જૂદું, કાર્ય વડે જૂદું અને વળી આગળ જૂદું પાછળ જૂદું, તને જૂઠું અને મને પણ જૂદું સ્ત્રીઓનું સર્વ પણ જૂદું” તથા ક્લેશકરી એટલે કે ક્લેશને ઉત્પન્ન કરનારી તથા વૈર રૂપી વિરોચન એટલે અગ્નિ, તેને ઉત્પન્ન કરવામાં અરણિ જેવી જે છે તે વૈરવિરોચનારણિ. “અરણિ, એટલે અગ્નિને મથન કરનારું કાષ્ઠ', તથા દુ:ખોની ખાણ એટલે આકર. સ્ત્રીઓને વિષે આસક્ત લોકોને દુ:ખો સુલભ જ છે. પાતાલસુંદરી ઉપર આસક્ત થયેલા સાર્થવાહની જેમ. તથા સુખની એટલે કે સ્વર્ગ-મોક્ષસુખની પ્રતિપક્ષા છે એટલે કે વૈરિણી છે માટે
સ્ત્રીને સુખપ્રતિપક્ષા ક્કી છે. ll૩૮ ગાથાર્થ ઃ સ્ત્રીઓના મન્મથના બાણોના પ્રસરતા પ્રવાહ જેવો દષ્ટિનો ક્ષોભ થયે છતે,
નથી જાણ્યો મનનો પરિકર્મ જેણે એવો કોણ નાશી જવા સમર્થ થાય?(કોઈ
નહીં) ૩૯. ભાષાંતરઃ મૃગાક્ષીઓ એટલે કે સ્ત્રીઓનો દૃષ્ટિક્ષોભ, એટલે દૃષ્ટિનો
અપાંગસંચાર (અસ્વભાવિક રીતે દૃષ્ટિને નાંખવી) થયે છતે ‘જો' “કોણ” એ સર્વવ્યાપ્તિને સૂચવનારી સામાન્ય ઉક્તિ છે. “નામ' એ કોમળ આમંત્રણ માટેનો શબ્દ છે, સમ્યક્ (કુશળતાપૂર્વક) નાશવા માટે-પલાયન થવા માટે શક્યમાન છે ? કોઈપણ નહીં. બધા જ સ્ત્રીને વશ થનારા હોય છે એ ભાવ છે. જે શક્તિમાન નથી તે કેવો છે ? નથી જાણ્યો મનનો પરિકર્મ જેણે એટલે કે નથી જાણ્યો સ્ત્રીના મનનો વ્યાપાર જેણે એવો. મનનો વ્યાપાર કેવો છે ? મન હંમેશાં સ્ત્રીમાં જ પ્રસાર પામે છે. આવો મનનો વ્યાપાર જેણે જાણ્યો નથી, તે સ્ત્રીના દષ્ટિના ક્ષોભથી નાશી જવા માટે સમર્થ નથી. કહ્યું છે કેપુષ્પ, ફળો, મંદિરા માંસ, અને મહિલાઓના રસને જાણતા એવા પણ જે વિરત છે (તેનાથી અટકેલા છે) તે દુષ્કર કરનારને હું વંદું છું. એ રીતે તે જાણતો નથી કે આ સ્ત્રીઓનું દર્શન થયે છતે મારું શું થશે ? જો સ્ત્રીઓના આ પ્રકારના મનોવ્યાપારને તે જાણતો હોય, તો એ કેવી રીતે તેણીનો એવો દૃષ્ટિસંચાર થયે છતે ત્યાં રહે ? કેવા
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૧