________________
ગાથાર્થ
રહેવાની કે ગમન કરવામાં જે વિશિષ્ટતા તે રૂપ જે વેલા એટલે કે જળવૃદ્ધિ છે જેમાં (જે નારી રૂપ નદીમાં) તે તથા તેવીને વિષે. વેલા તે સમુદ્રમાં જ હોવા છતાં વહેણવાળી (આગમ સહિતની) નદીમાં વેલાનો અસંભવ નથી. તથા યૌવન એટલે કે તારુણ્ય તે રૂપ જે જલ તે છે જેમાં (જે નારીરૂપનદીમાં તે તથા તેવીને વિષે. કોણ નથી goal? 113911
:
નારી તે શોકની નદી, દુરિતોની ગુફા, કપટનું મંદિર, ક્લેશને ઉત્પન્ન કરનારી, વેર રૂપી અગ્નિ માટે અરણિના લાકડા જેવી, દુઃખની ખાણ અને સુખની વૈરિણી છે. I॥૩૮॥
ભાષાંતર: નારી આ પ્રકારની છે એ અધ્યાહાર કરવું. કેવી છે ? શોક એટલે કે ઇષ્ટના વિયોગથી ઉત્પન્ન થતું મનનું દુઃખ તેની નદી, એટલે કે શોક નારીમાં હંમેશાં પ્રવર્તે છે. આ દુષ્ટ શીલવાળી અર્થાત્ નહીં કહેલું કરનારી અથવા વન્ધ્યા છે વિગેરે એ પ્રમાણે જોવાતી હોવાથી તેને પરણનારને પણ શોક જ થાય છે. તથા દુરિત એટલે પાપ તેની દરી એટલે કન્દરા (ગુફા) છે, તથા કપટની એટલે કૂટની કુટી એટલે મંદિર (કપટનું સ્થાન) છે. જે કારણથી કહ્યું છે કે - મંત્ર તંત્રમાં નિપુણ એવા જેઓ, દેવો અને દાનવોના મંત્રને મંત્રે છે, તેઓના પણ મંત્રો સ્ત્રીચરિત્રના વિષયમાં ક્યાંય નાશી જાય છે. હવે સ્ત્રીઓની કપટ નાટકની ચતુરાઈ ઉપર આ કથાનક છે. તે આ પ્રમાણે -
એક યુવાન પોતાના ઘરેથી નીકળીને વૈશિક (વૈશ્યા સંબંધી) કામશાસ્ત્રને ભણવા માટે પાટલિપુત્ર તરફ ચાલ્યો. વચ્ચે કોઈ ગામમાં રહેલી એક સ્ત્રી વડે તે આ પ્રમાણે કહેવાયો. કોમળ એવા હાથ અને પગ વડે સુંદર આકૃતિવાળો એવો તું ક્યાં જાય છે ? યુવાન વડે જેવું હતું તેવું તેણીને કહેવાયું. તેણી વડે કહેવાયું ‘વૈશિક કામશાસ્ત્રને ભણીને મારી પાસે આવવું. યુવાન વડે પણ સ્વીકારાયું. ભણીને તે વચ્ચે પાછો આવ્યો. તેણી વડે સ્નાન ભોજનાદિ વડે સારી રીતે સત્કાર કરાયો. વિવિધ હાવભાવો વડે હરણ કરાયેલા હૃદયવાળો તે થયો છતો તેણીને હાથ વડે ગ્રહણ કરે છે. ત્યાર બાદ તેણી એ મોટા અવાજ વડે પોકાર કરીને લોક આવવાના સમયે મસ્તક ઉપર પાણીની ધાર નાખી હાંફળી ફાંફળી થયેલી લોકોને કહે છે કે આ ગળામાં લાગેલા ગોદક નામના પ્રાણીથી જરાકમાં તે ન મર્યો (સ્હેજમાં બચી ગયો.) હવે ઝેર આગળ ન વધે તેથી મેં પાણીથી
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૦