________________
કરતો નથી “પુરુષ' શબ્દ એટલા માટે કે પુરુષ ઉપદેશને યોગ્ય છે અને પુરુષોનો જ તેનાથી (કાયસેવનથી) પાછા ફરવાનો સંભવ હોવાથી. અહીં અધ્યાહારથી ગ્રહણ કરવાનો હોવાથી અને વળી તે બિચારો (સ્ત્રીકાયસેવી) સ્વીકાયના પરિશ્રમને એટલે કે તેના ભાગમાં પોતાના શરીરનો જે ખેદ તેને જ સુખરૂપ માને છે. મોહને વશ થયેલાને ભ્રાન્તિ
જ બધે વિકસે છે. [૩૪, ૩પી. ગાથાર્થ ? જે રીતે કેળના ઝાડમાં સારી રીતે જોવાયા છતાં પણ તેના કોઈ પણ
પ્રદેશમાં સાર નથી (દેખાતો) તે જ રીતે ઇન્દ્રિયના વિષયોને વિષે પણ સારી
રીતે જોવાયા છતાં પણ સુખ નથી દેખાતું. /કાં ભાષાંતરઃ જે રીતે, કદલીને વિષે સારી રીતે પણ એટલે અતિશય રીતે જોવાયા છતાં
પણ ક્યાંય પણ કોઈ પણ પ્રદેશને વિષે સાર એટલે કે બળ નથી, તે જ રીતે ઇન્દ્રિયના વિષયોમાં પણ સારી રીતે જોવાયા છતાં ગવેષણા કરવા છતાં ક્યાંય પણ સુખ નથી દેખાતું. વેષ માને (હે. ધાતુપાઇ ૧૯૧૯) સૂત્રમાં માર્ગણા અર્થમાં ગવેષણું ધાતુ છે તથા સ્ત્રીનું પ્રાકૃત કેવી તથા
કેલી થાય છે. ૩ડા ગાથાર્થ : શૃંગારરૂપી તરંગોવાળી, વિલાસરૂપી વેલાવાળી, યૌવન રૂપ જળવાળી
એવી નારી રૂપી નદીમાં જગતમાં કયા કયા પુરુષો નથી ડૂબતા? I૩૭ ભાષાંતરઃ આ પ્રકારની નારી રૂપ નદીમાં ક્યા કયા પુરુષો જગતમાં ડૂબતા
નથી ? સર્વ પણ પુરુષો સ્ત્રીને વશ થનારા હોય છે. જે કારણે ભર્તુહરિ વડે કહેવાયું છે કે જો વચ્ચે દુસ્તર એવી સ્ત્રીઓ ન હોત તો હે સંસાર ! તારા નિસ્તારની પદવી (મોક્ષ) તે દૂર નથી, |૧|| (શૃંગારશતક) જેનો વિચાર હું કરું છું તે મારા વિષે વિરક્ત છે, તેણી વળી અન્ય જનને ઈચ્છે છે, તે જન અન્ય ઉપર આસક્ત છે. કોઈક અન્ય સ્ત્રી વળી મારા માટે ઇચ્છા કરે છે. ખરેખર તેને ધિક્કાર થા ઓ, તે જનને, તે મદનને, આને (જેનો વિચાર હું કરું છું, અને મને પણ ધિક્કાર થાઓ. મેરા (નીતિશતક ગાથા) કેવા પ્રકારની નારી રૂપી નદીઓમાં ડૂબે છે? શૃંગાર રૂપી તરંગોવાળી એટલે કે શૃંગાર રૂપી તરંગો છે જેણીમાં એવી તે પતિપત્નીનું પરસ્પર રતિનું વારંવાર વર્ણન કરવું તે શુંગાર કહેવાય. તથા વિલાસ એટલે કે સ્થિર
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૯