________________
ગાથાર્થ : ત્રણ લોકમાં જે અતિ-તીક્ષ્ણ દુઃખ છે અને જે ઉત્તમ સુખ છે તે સર્વ વિષયોની વૃદ્ધિ અને વિષયોના ક્ષય રૂપ હેતુવાળા છે તે તુ જાણ. II૩૨॥
ભાષાંતર: જે અતિતીક્ષ્ણ એટલે કે અતિ ઉગ્ર નરકાદિ વિષયવાળું દુ:ખ અને જે ઉત્તમ સુખ ત્રણ એવા જે લોક એ ત્રિલોક તે સંબંધી ત્રૈલોક્ય તેમાં-તે સર્વ (સુખ અને દુ:ખ) તું જાણ કે વિષયોની વૃદ્ધિ અને ક્ષયના હેતુવાળા છે. એટલે કે વૃદ્ધિ અને ક્ષય તે વૃદ્ધિ ક્ષય અને તે બંને છે હેતુ જેમાં તે વૃદ્ઘિક્ષયહેતુક કહેવાય છે. તાત્પર્ય એ કે વિષયોની વૃદ્ધિમાં અતિ તીક્ષ્ણ દુઃખ અને વિષયોના ક્ષયમાં ઉત્તમ સુખ છે. II૩૨॥
ગાથાર્થ : ઇન્દ્રિયોનાવિષયોમાં આસક્ત,સુશીલવાળાના ગુણોને નહિ જોતા એવા જીવો કપાઈ ગયેલી પાંખવાળા પક્ષીની જેમ સંસાર રૂપી સાગરમાં પડે છે. II૩૩।। ભાષાંતરઃ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત સંસાર સાગરમાં પડે છે એટલે કે ડૂબે છે. કેવા જીવો ? ‘સુસીમુળપેદળ વિસ્તૂળ' એટલે કે સુંદર આચારવાળાના જે ગુણો-સંઘ સત્કારાદિ તેઓનું જે જોવું તેનાથી રહિત. વિષયોમાં આસક્ત જીવો સુશીલના ગુણોને જોતા નથી. કેવા પ્રકારના કોની જેમ ? (તેઓ પડે છે ?) છેદાઈ ગયેલી પાંખવાળા પક્ષીઓની જેમ. જેમ છેદાયેલી પાંખવાળા પક્ષીઓ પડે તેમ આવા જીવો પણ પડે છે. II૩૩મા
ગાથાર્થ : જેમ મોટા એવા હાડકાને ચાટતો કૂતરો સુખ પ્રાપ્તિ નથી કરતો પણ તાળવામાં રહેલી લાળને જ ચૂસતો એ સુખ માને છે, તે જ રીતે સ્ત્રીઓના શરીરને સેવનારો પુરુષ જરા પણ સુખ પ્રાપ્ત કરતો નથી, પણ તે બિચારો તેના ભોગથી પોતાના દેહને થતા પરિશ્રમ રૂપ દુઃખને જ સુખ માની લે છે. II૩૪,૩૫।।
ભાષાંતર: જેમ શ્વાન-હાડકું ખાનારો - ચાટતો મહશ્રિયં એટલે મોટા, સ્વાર્થમાં ‘ફ્ક’ પ્રત્યય છે. અસ્થિ એટલે કીકસ, -હાડકું તેને ખાતો - ચાટતો - સુખને તૃપ્તિને પામતો નથી કારણ કે હાડકાને ચાટતો તાલુના રસને ઘંટિકામાં રહેલી લાળને ચૂસે છે, તેને જ સુખરૂપે માને છે, આત્માને સુખી માને છે. ‘રસ’ એજ ‘રસિક સ્વાર્થમાં ઠનુ () પ્રત્યય લાગ્યો છે.
તે જ રીતે મહિલા એટલે સ્ત્રીઓનો કાયસેવી એટલે તેઓના શરીરના પરિભોગને કરતો પુરુષ જરાક પણ એટલે કે અલ્પ પણ સુખને પ્રાપ્ત
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૮