________________
કાલ વડે શોક વગરના થયા. ત્યારે એકવાર શ્રેષ્ઠ એવા સુખાસાનને પામેલા એવા જિનપાલિતને ક્યારેક માતાપિતાએ આ પ્રમાણે પૂછ્યું હે પુત્ર ! જિનરક્ષિત કેવી રીતે મૃત્યુને પામ્યો ? ત્યારે તે જિનપાલિતે માતાપિતાને લવણસમુદ્રનું ઉતરવું, કાલિક વાત ઉત્પન્ન થવો, વહાણની આપત્તિ, ફલકના ટુકડાનું પ્રાપ્ત થવું, રત્નદ્વીપમાં ઉતરવું, રત્નદ્વીપદેવી દ્વારા ગ્રહણ થવું, ભોગનો વૈભવ મળવો, રત્નદ્વીપદેવીના વધનું સ્થાન શૂલાથી ભેદાયેલ પુરુષનું દર્શન થવું, શૈલક યક્ષ ઉપર આરોહણ અને રત્નદ્વીપની દેવીનો ઉપસર્ગ થવો, જિનરક્ષિતનું મરણ, લવણ સમુદ્ર ઉતરવો, ચંપા નગરીમાં આગમન, શૈલક યક્ષનું પૂછવું, આ પ્રમાણે જે થયેલું તે સત્ય હકીકત શંકા વગર કહી. ત્યાર પછી જિનપાલિત યાવત્ અલ્પશોકવાળો થયેલો વિપુલ એવા ભોગોને ભોગવતો રહે છે. તે કાળને વિષે શ્રમણ ભગવાન મહાવીર સમવસર્યા. ધર્મ સાંભળીને જિનપાલિતે દીક્ષા ગ્રહણ કરી, અગીયાર અંગનો જાણકાર થયો, માસિક અનશન વડે સૌધર્મ દેવલોકમાં બે સાગરોપમના આયુષ્યળો દેવ થયો અને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. આ પ્રમાણે આયુષ્મન્ એવો શ્રમણ યાવત્ મનુષ્યના કામભોગોને ફરી પણ આસ્વાદ કરતો નથી તે યાવત્ મોક્ષને પામે છે જે પ્રમાણે જિનપાલિતે મોક્ષને પ્રાપ્ત કર્યો તેમ. II૩૧II
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૭