________________
ભોગોની આકાંક્ષા રાખનાર ઘોર સંસાર સાગ૨માં પડે છે. અને ભોગો વડે નિરાકાંક્ષ થયેલો સંસાર અટવીને તરે છે.
ત્યાર પછી તે રત્નદ્વીપની દેવી જ્યાં જિનપાલિત છે, ત્યાં જાય છે. જઈને ઘણા અનુકૂળ અને પ્રતિકૂળ, કઠોર અને કોમળ તેમ જ શૃંગાર અને કરુણ ઉપસર્ગો વડે ચલાવવા માટે, ક્ષોભ પમાડવા માટે, પરિણામ બદલાવવા માટે સમર્થ ન થઈ ત્યારે શાન્ત થયેલી, થાકેલી, એકદમ થાકેલી, ખેદ પામેલી જે દિશામાંથી આવેલી તે દિશામાં યાલી ગઈ.
તે શૈલક યક્ષ જિનપાલિતની સાથે લવણસમુદ્રના મધ્ય મધ્ય ભાગ વડે જાય છે જ્યાં ચંપા નગરી છે ત્યાં આવે છે. આવીને ચંપા નગરીના અગ્ર ઉદ્યાનમાં જિનપાલિતને પીઠ ઉપરથી ઉતારે છે, ઉતારીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! આ ચંપા નગરી દેખાય છે ? એ પ્રમાણે કરીને જિનપાલિતને પૂછે છે. પૂછીને જે દિશામાંથી આવેલો તે દિશામાં પાછો જાય છે.
-
ત્યાર પછી જિનપાલિત ચંપા નગરીમાં પ્રવેશે છે. પ્રવેશ કરીને જ્યાં પોતાનું ઘર અને જ્યાં પોતાના માતાપિતા છે ત્યાં આવે છે. રોતો યાવત્ વિલાપ કરતો માતાપિતાને જિનરક્ષિતના મરણને જણાવે છે. ત્યાર પછી જિનપાલિત માતાપિતા, મિત્રજ્ઞાતિ યાવતુ સંબંધીઓ સાથે રોતા ઘણા લૌકિક એવા મૃતકાર્યોને કરે છે.
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૬