________________
તથા એકદમ ગૂઢ છે તથા મશ્કરી સહિતની કટાક્ષ દૃષ્ટિના નિશ્વાસથી મળેલા વિલાસો અને ગમન, પ્રેમ અને રીસાયેલને મનાવવા આદિને યાદ કરતો, રાગથી મોહિત બનેલી છે મતિ જેની એવો, આત્માને વશમાં નહિ રાખનાર, કર્મને વશ બનેલો ખોટી રીતે તેની અપેક્ષા કરે છે. ત્યાર પછી માર્ગમાં ઉત્પન્ન થયેલો છે કરુણાભાવ જેને, મૃત્યુ રૂપી ગલના છળ વડે પ્રેરાઈ રહી છે મતિ જેની, જેનું સ્વાસ્થ ચાલ્યું ગયું છે તેવા, અપેક્ષા કરતા જિનરક્ષિતને જાણીને શૈલક યક્ષ ધીમેથી પોતાની પીઠ ઉપરથી તેનો ત્યાગ કરે છે. ત્યાર પછી પુરુષની હિંસક, ક્લેશ સહિત તે રત્નદ્વીપની દેવી શૈલકની પીઠથી પડતા એવા જિનરક્ષિતને “દાસ ! તું મરેલો છે” એ પ્રમાણે બોલતી સમદ્રના પાણીમાં પહોંચે તે પહેલા ગ્રહણ કરીને બે બાહુ વડે આકાશના તળિયાથી નીચે પડતા અને રોતા એવા તેને, તલવારના અગ્રભાગ વડે ગ્રહણ કરીને નીલોત્પલ, પત્થર અને અતસિની જેમ શ્યામ પ્રકાશવાળી એવી તલવાર વડે તેના ટૂકડે ટૂકડા કરે છે. સારી રીતે વધ કરાયેલા તેના અંગોને ગ્રહણ કરીને ચારે દિશામાં બલિને નાખવાની જેમ નાખે છે. તે અંજલીપૂર્વક અત્યંત હર્ષને પામે છે. એ પ્રમાણે જે આયુષ્યનું શ્રમણ નિગ્રંથ અથવા નિર્ગથી એવા અમારી પાસે પ્રવ્રજિત થયેલો ફરીથી પણ કામ ભોગોને પામે છે, અપેક્ષા રાખે છે, ઇચ્છા રાખે છે તે આ ભવમાં બહુ શ્રમણોના યાવતું સંસારનું પરિભ્રમણ કરે છે. જે પ્રમાણે અપેક્ષા રાખતો જિનરક્ષિત છલના પમાયો અને નિરપેક્ષ એવો જિનપાલિત વિદન વિના મુક્તિને પામ્યો તે કારણથી પ્રવચનના સારમાં અપેક્ષા વગરના થવું જોઈએ.
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૫