________________
ત્યાર પછી માર્કદિના તે બે પુત્રોએ શૈલક યક્ષને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! જે આપ કહેશો તેના ઉપસર્ગને ઓળંગીને આપના વચનના નિર્દેશ મુજબ રહીશું. ત્યાર પછી તે શૈલક યક્ષ ઉત્તરપૂર્વ એટલે ઇશાન દિશાના ભાગ તરફ જાય છે, જઈને વૈક્રિય સમુદ્દાત વડે સમુદ્યાત કરે છે, સમુદ્યાત કરીને સંખ્યય યોજનના દંડને બહાર કાઢે છે, બહાર કાઢીને બે વાર, ત્રણ વાર વૈક્રિય સમુદ્દાત વડે એક મોટા ઘોડાના રૂપને વિદુર્વે છે. વિકર્વીને તે માકંદિના બે પુત્રોને આ પ્રમાણે કહ્યું – અરે હે માકંદિના પુત્રો ! દેવાનુપ્રિય ! મારી પીઠ ઉપર બેસી જાઓ. ત્યાર પછી તે માકંદિના બે પુત્રો યાવતું હર્ષ પામ્યા. શૈલક યક્ષને પ્રણામ કરે છે કરીને શૈલકની પીઠ ઉપર આરૂઢ થયા. ત્યાર પછી તે શૈલક માકંદિના બે પુત્રો બરાબર આરૂઢ થયા છે એ જાણીને સાત-આઠ તાડ પ્રમાણ રૂપ કરીને ઉપર આકાશમાં ઉડે છે. ઉડીને તે ઉત્કૃષ્ટ, ત્વરિત અને દિવ્ય ગતિ વડે લવણ સમુદ્રના મધ્ય મધ્યભાગ વડે જ્યાં જંબુદ્વીપ છે જ્યાં ભરતક્ષેત્ર છે જ્યાં ચંપાનગરી છે ત્યાં જવા માટે ધારણા કરી. ત્યાર પછી તે રત્નદ્વીપની દેવી લવણસમુદ્રને ૨૧ વાર પરિભ્રમણ કરી અને ત્યાં જે કાંઈ પણ ઘાસ આદિ છે તેને દૂર કરી જ્યાં તેનો પ્રધાન મહેલ છે ત્યાં આવે છે
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૧