________________
ત્યાર પછી તે બે માકદિના પુત્રો તે શૂલાથી ભેદાયેલા પુરુષની પાસે આ અર્થને સાંભળીને જલ્દી પ્રચંડ, ચપલ, ત્વરાથી ચૈતન્યપૂર્વક ગતિ વડે જ્યાં પૂર્વ તરફનું વનખંડ છે અને જ્યાં પુષ્કરિણી છે ત્યાં જ આવે છે. જ્યાં પુષ્કરિણી છે એનું અવગાહન કરતાં પાણીમાં સ્નાન કરે છે. ત્યાં જે કમળો છે તેને યાવત્ ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને જ્યાં શૈલક યક્ષનું મંદિર છે ત્યાં જ આવે છે અને દર્શન થતાં બંને પ્રણામ કરે છે. કરીને મહાપુરુષને યોગ્ય એવી પુષ્પની પૂજા કરે છે, કરીને ઢીંચણ સુધી નમીને પગે પડેલા, સેવા કરતા, નમસ્કાર કરતા, ઉપાસના કરતા રહેલા છે. ત્યાર પછી તે શૈલક યક્ષ સમય પ્રાપ્ત થયે છતે સમય આવે ત્યારે કોને તારું ? કોનું રક્ષણ કરે ? એ પ્રમાણે કહ્યું. ત્યાર પછી તે બે માકંદિના પુત્રોએ ઉભા થઈને હાથના તળિયા વડે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું – અમને બેને તારો, અમારા બેનું પાલન કરો. ત્યાર પછી તે શૈલક યક્ષે માર્કદિના બે પુત્રોને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય !ખરેખર આ પ્રમાણે છે તો તમે બે મારી સાથે સમુદ્રની મધ્યમાં પાછા આવતાં તે પાપી, પ્રચંડ, ભયંકર, ક્ષુદ્ર, લોભી અને સાહસિક એવી રત્નદ્વીપની દેવી ઘણા કઠોર અને કોમળ, અનુકૂળ અને પ્રતિકૂળ શૃંગાર અને કરુણ એવા ઉપસર્ગો વડે ઉપસર્ગ કરશે. હે દેવાનુપ્રિય ! જો તમે બંને રત્નદ્વીપદેવીની એ વાતને આદરશો, જાણશો અથવા અપેક્ષા કરશો, તો ત્યારે હું તમને બંનેને પાછળથી પાડી નાખીશ. અને તમે રત્નદ્વીપ દેવીના તે અર્થને નહિ આદરો, નહિ જાણો અને અપેક્ષા નહિ કરો તો તમને બંનેને રત્નદ્વીપદેવીના હાથમાંથી પોતાના હાથે નિસ્તાર કરીશ.
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૦