________________
ત્યાર પછી તે રત્નદ્વીપની દેવીએ એક વાર કોઈ નાના અપરાધમાં કોપ પામેલી થકી આ પ્રકારની આપત્તિ પ્રાપ્ત કરાવી છે. તે દેવાનુપ્રિય ! ત્યાં જણાય છે કે તમને બંનેને પણ આ શરીરને કોઈ આપત્તિ થશે એમ હું માનું છું. ત્યાર પછી તે બે માકંદીના પુત્રોએ તે શૂલાથી ભેદાયેલ પુરુષની પાસેથી સાંભળીને વધારે ગભરાયેલા યાવતું ઉત્પન્ન થયેલા ભયવાળા તે બેએ શૂલાથી ભેદાયેલા પુરુષને આ પ્રમાણે પૂછ્યું - હે દેવાનુપ્રિય ! અમે બે કેવી રીતે રત્નદ્વીપની દેવીના હાથમાંથી પોતાના હાથે ઉદ્ધરી શકીએ ? ત્યારે તે શૂલાથી ભેદાયેલા પુરુષે તે બે માકંદિના પુત્રોને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! પૂર્વ તરફના વનખંડમાં શૈલક નામના યક્ષના મંદિરમાં શૈલક નામના ઘોડાના રૂપને ધારણ કરનાર યક્ષ વસે છે. ત્યાર પછી તે શૈલક યક્ષ ચૌદશ, આઠમ અને ઉદિષ્ટ એવા પૂનમે સમય પ્રાપ્ત થયે છતે સમય આવે ત્યારે મોટા શબ્દ વડે આ પ્રમાણે બોલે છે - કોને તારું ? કોનું રક્ષણ કરું ? તેથી હે દવાનુપ્રિય ! તમે બે ત્યાં પૂર્વ તરફના વનખંડ તરફ જાઓ અને શૈલક યક્ષને મોટા પુરુષને યોગ્ય એવી પુષ્પાદિ વડે પૂજાને કરો. કરીને ઢીંચણ વડે પગે પડેલા, અંજલિને જોડીને વિનય વડે તેમની ઉપાસના કરતા વિચરો. જ્યારે તે શૈલક યક્ષ સમય પ્રાપ્ત થયે છતે, સમય આવે ત્યારે આ પ્રમાણે બોલશે - કોને તારું ? કોનું રક્ષણ કરું ? ત્યારે તમે બે કહેજો - અમને બેને તારો, અમારા બેનું રક્ષણ કરો. સમર્થ એવો શૈલક યક્ષ તમને બેને રત્નદ્વીપની દેવીના હાથમાંથી પોતાના હાથે વિસ્તાર કરશે. એ સિવાય જાણતો નથી કે તમારા બેના આ શરીરની કઈ આપત્તિ થશે. એમ હું માનું છું.
ઈન્દ્રિયપરાજયશતક ૯૯