________________
આથી આપણા બંનેને દક્ષિણ તરફના વનખંડ તરફ જવા માટે શ્રેયસ્કર છે. એ પ્રમાણે કરીને એકબીજાએ તે વાતને સ્વીકારીને જ્યાં દક્ષિણ તરફનું વનખંડ છે ત્યાં પધાર્યા. જઈને તે બંનેએ અહીં સાપનું મડદું-મૃતક પડેલું છે, ત્યાંથી ગંધ આવે છે, જે અનિષ્ટતર છે તેથી તે ગંધથી પરાભવ પામેલા તે બે માકંદીપુત્રોએ પોતપોતાના ખેસ વડે મુખને ઢાંકતા જ્યાં દક્ષિણ તરફનું વનખંડ છે, ત્યાં આવ્યા. ત્યાં એક મોટું... વધનું સ્થાન જુએ છે. જોઈને ત્યાં સેંકડો હાડકાના ઢગલાથી વ્યાપ્ત, મયંકર દેખાવવાળા શૂલાથી ભેદાયેલા કરુણ રીતે વિસ્વર રીતે કણસતા એક પુરુષને જુએ છે. તેને જોઈને ગભરાયેલા યાવતુ ભયવાળા જ્યાં શૂલાથી ભેદાયેલ પુરુષ છે, ત્યાં તે બંને આવે છે, આવીને તે શૂલાથી ભેદાયેલા પુરુષને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! આ કોનું વધનું સ્થાન છે ? તું કોણ છે ? અને અહી શીઘ્ર ક્યાંથી આવ્યો છે ? કોના વડે આવા પ્રકારની આ આપત્તિ પ્રાપ્ત કરાયો ? ત્યારે તે શૂલાથી ભેદાયેલા પુરુષે તે બે માકંદિના પુત્રોને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! આ રત્નદ્વીપદેવતાનું વધનું સ્થાન છે. હે દેવાનુપ્રિય ! હું જંબૂદ્વીપથી ભારત વર્ષથી કાકંદી નગરીનો ઘોડાનો વેપારી ઘણા કરિયાણાના સાધનવાળો વહાણ વડે લવણ સમુદ્રમાં ગયો હતો, ત્યાં હું વહાણની આપત્તિમાં ડૂબી ગયેલા કરિયાણાવાળા મેં એક પાટિયાને પ્રાપ્ત કર્યું. ત્યાંથી તણાતો તણાતો હું રત્નદ્વીપની અંદર આવ્યો. ત્યાં રત્નદ્વીપદેવતાએ મને જોયો. મને ગ્રહણ કર્યો, મારી સાથે વિપુલ ભોગોને ભોગવતી તે દેવી રહેલી છે.
...
ઈન્દ્રિયપરાજયશતક ૯૮