________________
ત્યાર પછી તે બે માકન્દીના પુત્રો મુહૂર્ત પછી પ્રધાન મહેલમાં સ્મૃતિને, રતિને, ધૃતિને નહિ પામતા બંનેએ એકબીજાને આ પ્રમાણે કહ્યું “ખરેખર ! દેવાનુપ્રિય ! રત્નદ્વીપના દેવાતાએ આપણને બેને આ પ્રમાણે કહ્યું છે. આ પ્રમાણે ખરેખર હું શક્રના વચન દ્વારા સંદેશ વડે લવણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત વડે આજ્ઞા કરાઈ યાવત્ શરીરને બાધા થશે. તેથી હે દેવાનુપ્રિય ! પૂર્વ તરફના વનખંડ તરફ આપણે બંને જવું ખરેખર શ્રેયસ્કર છે. બંને એકબીજાની આ વાતને સાંભળે છે અને સાંભળીને જ્યાં પૂર્વ તરફનું વનખંડ છે, ત્યાં જાય છે. જઈને ત્યાં વાવડીમાં યાવત્ જાલીગૃહમાં વિચરે છે. ત્યાર પછી તે બંને માકન્દિના પુત્રો ત્યાં પણ સ્મૃતિ વગેરેને નહિ પામતા, જ્યાં ઉત્તર તરફનું વનખંડ છે ત્યાં જાય છે. ત્યાં જઈને યાવત્ વિચરે છે ત્યાં પણ તે માકન્દીના બે પુત્રો સ્મૃતિ વગેરેને નહિ પામતા જ્યાં પશ્ચિમ તરફનું વનખંડ છે ત્યાં જાય છે અને યાવત્ વિચરે છે. ત્યાર પછી ત્યાં પણ માર્કન્દના બંને પુત્રો સ્મૃતિ વગેરેને નહિ પામતા એકબીજાને આ પ્રમાણે કહે છે - હે દેવાનુપ્રિય ! આપણને બંનેને રત્નદ્વીપના દેવતાએ ખરેખર આ પ્રમાણે ક્યું છે “હે દેવાનુપ્રિય ! ખરેખર આ પ્રમાણે શક્રના વચન દ્વારા સંદેશ વડે લવણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવ વડે આજ્ઞા કરાઈ યાવતુ તમારા બન્નેના શરી૨ને બાધા ન થાઓ, પરંતુ તે થનારી છે,
-
ઈન્દ્રિયપરાજયશતક
62