________________
ત્યારે રત્નદ્વીપની દેવી માદિના તે બે પુત્રોને ઘણા પ્રતિકૂળ ઉપસર્ગો વડે ચલાવવા માટે, ક્ષોભ પમાડવા માટે અને પરિણામ બદલાવવા માટે શક્તિમાન ન થઈ ત્યારે મધુર શૃંગાર અને કરુણ ઉપસર્ગ વડે હેરાન કરવા માટે પ્રવૃત્ત પણ થઈ. અરે ! માકંદિના બે પુત્રો ! હે દેવાનુપ્રિય ! જો તમારા બંને વડે મારી સાથે હસવાની ક્રીડા, રતિની ક્રીડા, મનોહર એવી ક્રીડાઓ, ફરવાનું અને મોહની ક્રીડા કરાઈ છે અને તે સર્વની અવગણના કરતા તમે બંને મને છોડીને શૈલકની સાથે લવણ સમુદ્રના મધ્ય મધ્ય ભાગ વડે શા માટે જઈ રહ્યા છો ? ત્યારે તે રત્નદ્વીપની દેવી જિનરક્ષિતનું મન અવધિજ્ઞાન વડે જાણે છે. જાણીને આ પ્રમાણે કહ્યું - હું હંમેશાં જિનપાલિતને અનિષ્ટ હતી અને મને પણ હંમેશાં જિનપાલિત અનિષ્ટ હતો. હું હંમેશાં જિનરક્ષિતને ઇષ્ટ હતી અને હંમેશાં જિનરક્ષિત મને પણ ઇષ્ટ હતો. જિનપાલિત રોતી, આક્રંદન કરતી, દુ:ખી થતી અને વિલાપ કરતી મને અપેક્ષા નથી કરતો પણ શું જિનરક્ષિત તું પણ રોતી એવી મને સ્વીકાર કરતો નથી ?
ત્યાર પછી તે શ્રેષ્ઠ રત્નદ્વીપની દેવીએ અવધિજ્ઞાન વડે જિનરક્ષિતના મનને જાણીને તે માકંદિના બંને પુત્રો ઉપર વધને માટે દ્વેષથી યુક્ત બનેલી લીલાપૂર્વક જુદા જુદા ચૂર્ણ અને ગંધથી મિશ્ર એવી દિવ્ય તેમ જ નાક અને મનને આનંદ ક૨ના૨ી સર્વઋતુના સુગંધી એવી પુષ્પની વૃષ્ટિને વરસાવતી તથા જુદા જુદા પ્રકારના મણિ સોના રત્નથી રચેલી ખીખી અવાજ કરતી એવા ઝાંઝર અને કેડના દોરા રૂપ આભૂષણના અવાજ વડે દિશા અને વિદિશાઓને પૂરતી, ક્લેશવાળી, તે આ પ્રમાણે વચનને બોલે છે
-
ઈન્દ્રિયપરાજયશતક ૧૦૩