________________
ત્યાં બે ઋતુઓ સ્વાધીન છે તે વસંત અને ગ્રીષ્મ, ત્યાં વળી સહકાર વૃક્ષ રૂપી સુંદર હારવાળી, કિંશુક (વૃક્ષ વિશેષ), કર્ણિકાર (વૃક્ષ વિશેષ) અને અશોક વૃક્ષ રૂપી મુગટવાળી, ઊંચા એવા તિલક અને બકુલ વૃક્ષરૂપી છત્રવાળી વસંત ઋતુરાજ સ્વાધીન છે. અને ત્યાં પાટલા (વૃક્ષ), શિરીષ (વૃક્ષ) રૂપી પાણીવાળી, મલ્લિકા, વાસન્તિક વિગેરે પુષ્પો રૂપી શ્વેત તરંગોવાળી, શીતલ સુગંધી એવા પવન રૂપી મગર વડે આશ્રય કરાયેલી ગ્રીષ્મઋતુ રૂપી સાગર સ્વાધીન છે. ત્યાં ઘણીવાર વિચરતાં જો તમે બંને હે દેવાનુપ્રિય ! ત્યાં પણ ઉદ્વિગ્ન, ઉત્સુક અથવા ઊંચા મનવાળા થાઓ, ત્યાંથી તમારે બંનેએ અહીં જ મહેલમાં આવી જવું, મારી જ રાહ જોતા જોતા રહેવું, પણ તમારે બેઉ જણે દક્ષિણ તરફના વનખંડમાં ન જવું, ત્યાં મહાન્ એક ઉગ્ર વિષવાળો, ચંડ વિષવાળો, ઘોર વિષવાળો, અતિકાય મહાકાયવાળો, ભેંસ પાડો, આંખમાં વ્યાપેલા ૨ોષથી પૂર્ણ અને મુસાજેવો કાળો તથા અંજનના ઢગલાના સમુદાયના પ્રકાશવાળો, લાલ આંખવાળો,... ચંચલ ચાલતી જીભવાળો, પૃથ્વીના તલને વેણીરૂપ કરેલી છે જેને એવો, ઉત્કટ, ફૂટતા, કુટિલ અને જટિલ તથા કર્કશ અને વિકટ આવો પ્રગટ આડંબર કરવામાં હોંશિયાર, લુહાર વડે ફૂંકાતી ધમધમ થતી ધમણ જેવા અવાજવાળો, મર્યાદા વગરના પ્રચંડ તીવ્ર રોષવાળો પોતાના મુખ ત૨ફ જોનાર ઉપર ત્વરિત અને ચપલ રીતે ધમતો એવો દૃષ્ટિવિષ સાપ વસે છે. તમારા બંનેના શરીરને બાધા ન થાઓ. એ પ્રમાણે તે માકન્દિના બે પુત્રોને બે વાર ત્રણ વાર પણ આ પ્રમાણે કહ્યું. કહીને વૈક્રિય સમુદ્દાત વડે સમુદ્દાત કરે છે. સમુદ્દાત કરીને ઉત્કૃષ્ટ એવી તેણી વડે લવણ સમુદ્રને ૨૧ વાર પરિભ્રમણ કરવા માટે પ્રવૃત્ત પણ થવાયું.
ઈન્દ્રિયપરાજયશતક ૯૭