________________
જો તમે બંને વચ્ચે ક્યારેય ઉદ્વિગ્ન અથવા ઉત્સુક અથવા ઊંચા મનવાળા થાઓ, તો તમારે બંનેએ પૂર્વ તરફના વનખંડમાં જવું. ત્યા બે ઋતુ હંમેશાં સ્વાધીન છે. તે આ પ્રમાણે - પ્રાવૃત્ અને વર્ષારાત્ર, તેમાં વળી અંકુરાવાલા સિલિંધ (વૃક્ષ વિશેષ) વડે સ્થાપન કરાયેલો, નિકુરના (વૃક્ષવિશેષ) શ્રેષ્ઠ પુષ્પોને પુષ્ટ કરવાવાળો (સૂંઢવાળો) કુટભ, અર્જુન નીવ વિગેરે વૃક્ષોને સુરભિને આપનાર, આવી વર્ષા ઋતુ રૂપી ગજવર સ્વાધીન છે. ત્યાં સુરગોપ (એક પ્રકારનું જીવડું) રૂપ મણિ વડે વિચિત્ર, દેડકાના સમૂહ વડે નીકળેલા અંદરના અવાજવાળી, મો૨ના વૃન્દથી વીંટળાયેલા શિખરોથી યુક્ત એવી વર્ષાઋતુ સ્વાધીન વર્તો. ત્યાં તમારે હે દેવાનુપ્રિય ! ઘણી વાપીઓમાં, સરોવરોની પંક્તિઓને વિષે, જાલિગૃહને વિષે, કુસુમગૃહને વિષે, સુખ સુખપૂર્વક રમતા વિચરવું. જો તમે ત્યાં પણ ઉદ્વિગ્ન અથવા, ઉત્સુક અથવા ઊંચા મનવાળા થાઓ ત્યારે ઉત્તરમાં ૨હેલા વનખંડમાં જવું. ત્યાં બે ઋતુ હંમેશાં સ્વાધીન છે તે શરદ અને હેમન્ત, તેમાં શણ (એક જાતનું ઘાસ), શક્તિ (વૃક્ષવિશેષ) અને ચંદનના સમૂહવાળી, નીલોત્પલ, પદ્મ અને નલિનીના સંગવાળી, સારસ અને ચક્રવાકના અવાજથી ઘોષિત થયેલી એવી શરદઋતુ રૂપી સૂર્ય સ્વાધીન છે અને ત્યાં શ્વેત કુન્દલ (પુષ્પ)ની જ્યોત્સ્નાવાળી, કુસુમિત થવાથી પ્રાપ્ત થયેલા વનખંડના મંડલવાળી પૃથ્વીથી યુક્ત બરફના પાણીની ધારાને પુષ્ટ કરનારી હેમન્તઋતુ રૂપી ચંદ્ર સ્વાધીન છે. ત્યાં તમારે બંનેએ હે દેવાનુપ્રિય ! વાપીઓને વિષે વિચરવું. જો તમે બંને ત્યાં પણ ઉદ્વિગ્ન અથવા ઉત્સુક થાઓ ત્યારે તમારે પશ્ચિમ તરફના વનખંડમાં જવું
ઈન્દ્રિયપરાજયશતક ૯૫