________________
ત્યાર બાદ તે બંને માકન્દિપુત્રો રત્નદ્વીપદેવતા પાસેથી આવા પ્રયોજનને સાંભળી ગભરાઈ ગયા, જાણે હાથવેંતમાં મૃત્યુ હોય ! (કહ્યું કે, હે દેવાનુપ્રિયા ! જે કહેશો તે, રીતે તારી આજ્ઞા રૂપે પ્રાપ્ત થયેલા વચન પ્રમાણે રહીશું. ત્યાર બાદ તે રત્નદ્વીપદેવતા તે બંને માકન્દિપુત્રોને ગ્રહણ કરે છે. જ્યાં મહેલ હતો ત્યાં આવે છે. આવીને અશુભ પુદ્ગલો દૂર કરે છે, કરીને શુભપુગલોનો પ્રક્ષેપ કરે છે, કરીને ત્યાર પછી તે બંનેની સાથે વિપુલ ભોગોને ભોગવતી વિચરે છે. દરરોજ અમૃત ફળોને લાવે છે. ત્યાર બાદ તે રત્નદ્વીપદેવી ઇન્દ્રના વચનના સંદેશ વડે સુસ્થિત દેવ વડે નિયોગ કરાઈ કે લવણ સમુદ્ર એકવીશ વાર ફરવા યોગ્ય છે એ પ્રમાણે જે કંઈ પણ તૃણ અથવા પત્ર, અથવા કાષ્ઠ અથવા કચરો અથવા અશુચિપૂતિ, દુરભિગન્ધવાળી અશુચિ હોય તે સર્વ દૂર કરવી, કરીને એકવીશ વાર એકાન્ત જગ્યાએ નાખવું. ત્યાર બાદ તે રત્નદ્વીપદેવતાએ તે બંને મા કન્દિપુત્રોને આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિય ! શક્રના આદેશથી સુસ્થિત વડે હું નિયોગ કરાઈ છું. એટલામાં હું હે દેવાનુપ્રિય ! હું લવણ સમુદ્રમાં જે કંઈ અશુચિને દૂર કરું ત્યાં સુધી તમારે બંનેએ અહી જ આ મહેલમાં સુખપૂર્વક ક્રીડા કરતા રહેવું.
ઈન્દ્રિયપરાજયશતક
૯૪