________________
આહાર કરીને નાળિયેરની શોધ કરી, કરીને નાળિયેરને ફોડ્યા, ફોડીને નાળિયેરીના તેલ વડે એકબીજાના ગાત્રોને અભંગન (ચોળ્યા) કર્યું. અભંગન કરીને વાવડીમાં અવગાહન કર્યું, પાણીમાં મજ્જન કર્યું, કરીને બહાર આવ્યા, બહાર આવીને પૃથ્વીની શિલાના પટને વિષે બેઠા, બેસીને આશ્વાસન પામેલા વિશ્વાસને પામેલા, શ્રેષ્ઠ સુખાસનમાં રહેલા, ચંપાનગરી, માતાપિતાને પૂછવું, લવણ સમુદ્રનું ઉતરવું, કાલિક વંટોળિયાનું ઉત્પન્ન થવું, વહાણનું નાશ પામવું, ફલક ખંડનું પ્રાપ્ત થવું અને રત્નદીપમાં ઊતરવું, આ બધું વિચારતાં, હણાઈ ગયેલા મનના સંકલ્પવાળા ધ્યાન કરે છે. ત્યાર બાદ તે રત્નદ્વીપ દેવતા તે બંને માકાન્તિપુત્રોને અવધિ વડે જાણે છે, તલવાર અને ફલકથી યુક્ત હાથવાળી, સાત આઠ તલ પ્રમાણ ઊંચે આકાશમાં ઊડે છે, ઊડીને તે ઉત્કૃષ્ટ દેવગતિ વડે (માર્ગને) ઓળંગતી ઓળગતી જ્યાં માકદિપુત્રો હતા
ત્યાં જ આવી. ક્રોધિત થયેલી તેણીએ માકદિપુત્રોને કર્કશ, કઠોર અને નિષ્ફર વચનો વડે આ પ્રમાણે કહ્યું “હે માકદિપુત્રો ! મૃત્યુને પ્રાર્થના કરતા ! જો તમે મારી સાથે વિપુલ ભોગોને ભોગવતા વિચરો, તો જ તમારું જીવિત છે, હવે તમે મારી સાથે વિપુલ ભોગોને ભોગવતા નહીં વિચરો તો તમારા બંનેના નીલોત્પલ, પાડો અને ગુલિકા જેવી કાળી, સુરપ્ર જેવી (તીણ) ધારવાળી તલવાર વડે, લાલ ગાલ, દાઢી અને મૂછ વડે શોભતા એવા મસ્તકને વિષે નાળિયેરીના ફળની જેમ એક પ્રહાર આપીશ.
ઈન્દ્રિયપરાજયશતક ૯૩