________________
ત્યાર બાદ તે બંને માકદિપુત્રો ચતુર, દક્ષ, પ્રાપ્ત થયેલા અર્થવાળા, કુશળબુદ્ધિવાળા, નિપુણ શિલ્પને પ્રાપ્ત કરેલા, ઘણા વહાણના સંગ્રામમાં કરાયેલા (પરાક્રમ)ના હેતુથી પ્રાપ્ત કરેલા વિજયવાળા, અમૂઢ હાથવાળા એક મોટા ફલકના ટૂકડાને પ્રાપ્ત કરે છે. જે પ્રદેશમાં તે વહાણ નાશ પામ્યું તે જ પ્રદેશમાં એક મહાન રત્નદ્વીપ નામનો દ્વીપ હતો. લંબાઈ અને પહોળાઈમાં અનેક યોજન, ઘેરાવામાં અનેક યોજનવાળો, વિવિધ વૃક્ષોના વનો વડે શોભતા દેશવાળો, શોભા સહિતનો, આનંદને ઉત્પન્ન કરનારો હતો. તે દ્વીપના મધ્યભાગમાં એક મહાન પ્રાસાદ રૂપી ઘરેણું હતું. તે મહેલ અત્યંત ઊંચો, શોભાવાળો અને આનંદને ઉત્પન્ન કરનારો હતો. તે ઉત્તમ પ્રાસાદમાં રત્નદ્વીપદેવતા નામની દેવી વસતી હતી. તે પાપી, ચંડ, રુદ્ર (ભયંકર), ક્ષુદ્ર, સાહસી હતી. તેના મહેલની ચારે દિશામાં ચાર કાળી આભાવાળા કાળા વનો હતા. ત્યાર બાદ તે બંને માકન્દિપુત્રો તે ફલકના ટુકડા વડે વહન કરાતા રત્નાદ્વીપની નજીક વહન કરાયેલા થયા. ત્યાર બાદ તે બંને માકદિપુત્રોએ કિનારાને પ્રાપ્ત કર્યો. મુહૂર્તમાં આશ્વાસન પામ્યા, આશ્વાસન પામીને ફલક ખંડને છોડી દીધો, છોડીને રત્નદ્વીપમાં ઊતર્યા, ઊતરીને ફળોની શોધ કરી, કરીને ફળોને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને તેનો આહાર કર્યો,
ઈન્દ્રિયપરાજયશતક
૯૨