________________
કપટ અને માયાના પ્રયોગથી યુક્ત એવી યોગ પરિવ્રાજિકાની જેમ ધ્યાન કરતી, વળી મહા અટવીમાંથી નીકળેલી, ખૂબ થાકી ગયેલી, વૃદ્ધ માતાની જેમ શ્વાસ લેતી અને વળી તપ અને ચારિત્ર વડે (ઉપાર્જન કરેલા પુણ્યના) ક્ષીણ થઈ ગયેલા પરિભોગવાળી, ચ્યવનકાળે ઇન્દ્રાણીની જેમ શોક કરતી, સંપૂર્ણ ચૂર્ણ થઈ ગયેલા લાકડાના ફૂપારવાળી, ભાંગી ગયેલી, મેઢી અને વાંકી થયેલી સહસ્રમાલાવાળી, વીંધાઈ ગયેલા વાંકા પરિમર્શવાળી, (નૌકાનું લાકડું) ફલકની અંદર તત્ તત્ અવાજ કરતી, તૂટતા સાંધાવાળી, નીકળી જતી છે લોખંડની ખીલ્લીઓ જેની, સર્વ અંગ પ્રગટ થઈ ગયા છે જેના એવી, નાશ થયેલી રજૂને કારણે છૂટા પડી ગયેલા સર્વગાત્રવાળી, કાચા પાત્ર જેવી થઈ ગયેલી, નહીં કરેલા પુણ્યવાળા મનુષ્યના મનોરથની જેમ વિચારવામાં જ મોટી, હાહાકાર કરાયો છે કર્ણધાર વડે જેમાં, ધનના વ્યાપારી અને કર્મકર વડે કરાયો છે વિલાપ જેમાં એવી, વિવિધ રત્નો અને કરિયાણા વડે સંપૂર્ણ, રડતા, શોક કરતા, દુ:ખી થતા, વિલાપ કરતા એવા સેંકડો પુરુષોની સાથે એક મોટા પાણીની અંદર રહેલા ગિરિના શિખરને પ્રાપ્ત કરીને ભાગી ગયેલા કૂપના તોરણવાળી, મરડાઈ ગયેલા ધ્વજદંડવાળી, સેંકડો આવોં વડે ખંડિત થઈ ગયેલી કરકર એ પ્રમાણે કરીને ત્યાં જ વિનાશને પામી. ત્યાર બાદ ભેદાતી એવી તે નૌકામાં રહેલા તે ઘણા પુરુષો ઘણા કરિયાણા અને ભાણ્ડને ગ્રહણ કરીને જળની અંદર નિમિગ્ન થયેલા વિપ્રની જાતિવાળા (અર્થાત્ ફક્ત લંગોટને ધારણ કરનારા) પણ થયા.
ઈન્દ્રિયપરાજયશતક
૯૧