________________
માતુલ ! હે ભાણેજ ! ભગવાન એવા સમુદ્ર વડે નહિ ખેદ કરાયેલા એવા તમે બંને લાંબુ જીવો. તમારા બંનેનું કલ્યાણ થાઓ. પ્રાપ્ત કરેલા અર્થવાળા, પૂર્ણ કરાયેલા કાર્યોવાળા, પુણ્યશાળી એવા તમને બંનેને પોતાના ઘરે શીધ્ર પાછા આવેલા અમે જોઈએ. એ પ્રમાણે કરીને તે સૌમ્ય, સ્નિગ્ધ, દીર્ઘ આÁ દૃષ્ટિઓ વડે જોતો પરિજન ક્ષણ માત્ર રહે છે. ત્યાર બાદ પુષ્પ બલિકર્મ અપાયે છતે, પૂરું થયે છત, સરસ લાલ ચંદનના લેપવાળી હથેળીઓ અપાયે છતે, ધૂપ કરાયે છતે, સમુદ્રવાત પૂજાયે છત, વલયબાહો ફેલાવાયે છતે, શ્વેત ધ્વજાઓ ઊંચી કરાયે છતે, વાજિંત્રો વગાડાય છત, સર્વ શુકનો જય પામતે છતે, રાજાનું શ્રેષ્ઠ શાસન ગ્રહણ કરાયે છતે, મોટા ઉત્કૃષ્ટ સિંહનાદના બોલના કલકલ અવાજ વડે, ખળભળ થયેલા સમુદ્રના અવાજવાળી જ ન હોય, એવી પૃથ્વીને કરતા માકદ્ધિપુત્રો એકદિશા તરફ નાવમાં ચા. ત્યાર બાદ પુષ્યમાણવે વાક્યને કહ્યું. બધાને અર્થ સિદ્ધિ છે. કલ્યાણો ઉપસ્થિત છે. સર્વપાપો હણાઈ ગયા છે, પુષ્ય યુક્ત વિજય મુહૂર્તવાળો દેશકાળ છે. ત્યાર બાદ પુષ્યમાણવ વડે ઉચ્ચારાયે છતે હર્ષિત અને સંતુષ્ટ થયેલા કુક્ષિધાર, કર્ણધાર, ગર્ભમાં રહેલા સંયાત્ર, નૌકવણિજો વ્યાપારિત થયા. તે પૂર્ણ ભરેલી એવી નાવને બંધનથી તેઓએ મૂકી. ત્યાર બાદ તે છોડાયેલા બંધનવાળી, પવનના બળથી પ્રેરાયેલી, ઊંચા થયેલા સઢવાળી, જાણે પહોળી કરેલી પાંખવાળી ગરુડી ન હોય તેવી, ગંગાના પાણીના તીણ પ્રવાહના વેગો વડે વારંવાર ખળભળતી, હજારો તરંગોની શ્રેણીને ઓળગતી, કેટલાક દિવસ રાત વડે લવણ સમુદ્રમાં સેંકડો યોજન ઊતરી.
ઈન્દ્રિયપરાજયશતક ૮૯