________________
ત્યાર બાદ તે બંને માકન્દિપુત્રોએ માતાપિતાને બીજી અને ત્રીજી વાર પણ આજ્ઞા આપવા માટે આગ્રહ કર્યો અને કહ્યું કે - અમે અગિયાર વાર લવણસમુદ્રને ઉતર્યા છીએ (અને બધી વાર સફળતા મળી છે, માટે અમને આજ્ઞા આપો) જ્યારે ઘણું કહેવા વડે અને સમજાવવા વડે પણ કહેવા કે સમજાવવા માટે અસમર્થ થયા, ત્યારે નહિ ઇચ્છતા એવા માતાપિતાએ જવા માટે અનુજ્ઞા આપી. ત્યાર બાદ માતાપિતા વડે અનુજ્ઞા અપાયેલા તે બંનેએ અરહિન્નકની જેમ ગણિમ, ધરિમ, મેય, પારિછેદ્ય કરિયાણાને ગ્રહણ કર્યું, ગ્રહણ કરીને સજ્જ કર્યું, સજ્જ કરીને ગણિમ, ધરિમ, મેય અને પારિછેદ્ય કરિયાણાના ગાડા ભર્યા, ભરીને શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તે ઘણુ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવડાવ્યું. તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ, પોતાના સ્વજન સંબંધિ, પરિજનને આમંત્રણ કરીને, સ્નાન કરેલા તે બંનેએ ઘણા પુષ્પ, વસ્ત્ર, ગન્ધમાલા, અલંકારાદિ વડે તેઓનો સત્કાર કર્યો. સત્કાર અને સન્માન કરીને તે જ મિત્રજ્ઞાતિ, પોતાના સ્વજન સંબંધિ અને પરિજનને પૂછ્યું, પૂછીને ગાડાને જોડ્યા, જોડીને ચંપા નગરીના જ્યાં ગંભીરપત નામનું પત્તન હતું ત્યાં ગયા. જઈને ગાડાદિને છોડ્યા. છોડીને વહાણને સજ્જ કર્યું. સજ્જ કરીને ગણિમાદિ ચારે પ્રકારના કરિયાણા વડે ભર્યું. ચોખા, ઈંધણ, તેલ, ગોળ, ઘી, ગોરસ, પાણી, પાણીના ભાજનો, ઔષધો, તૃણ, કાષ્ઠ, આભરણ, શસ્ત્ર, અને અન્ય પણ ઘણા વહાણને યોગ્ય દ્રવ્યો વડે વહાણ ભર્યું. શુભ તિથિ, કરણ, નક્ષત્ર મુહૂર્ત ઘણા અશન પાન સ્વાદિમ અને ખાદિમ તૈયાર કરાવ્યા. તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ, પોતાના સ્વજનસંબંધિ પરિજનને પૂછ્યું. પૂછીને જ્યાં વહાણનું સ્થાન હતું ત્યાં બધા ગયા. ત્યાં તે બંનેનો પરિજન ઇષ્ટ, પ્રિય, મનોજ્ઞ; ઉદાર, કલ્યાણવાળી, શિવવાળી, ધન્ય મંગલ કરવામાં કુશળ, શોભાવાળી, હૃદયંગમ, હૃદયને આનંદદાયી, મિત, મધુર અને મંજુલ વાણી વડે સ્ત્રીઓની સાથે અભિનંદન કરતો અને સ્તુતિ કરતો (પરિજન) આ પ્રમાણે બોલ્યો - હે આર્ય ! હે તાત ! હે ભાઈ! હે
ઈન્દ્રિયપરાજયશતક ૮૮