________________
અનુ ઉતરવા માટે કહ્યું - BY
“એ રીતે ખરેખર આપણે બંને વહાણ વડે અગિયાર વાર લવણસમુદ્રમાં ઊતર્યા અને બધે જ પ્રાપ્ત કરેલા અર્થવાળા, કરાયેલા કાર્યોવાળા, પુણ્યશાળી એવા આપણે પાછા સ્વગૃહે જલ્દી આવી ગયા. તેથી હે દેવાનુપ્રિય ! બારમી વાર પણ લવણસમુદ્રમાં ઉતરવું તે આપણા બંનેનું કલ્યાણ જ છે. એમ કરીને અન્યોન્ય એ પ્રયોજનને (વાતને) બંનેએ સ્વીકારી અને સ્વીકારીને જ્યાં માતાપિતા હતા, ત્યાં પાસે ગયા. પાસે જઈને આ પ્રમાણે બોલ્યા, હે માતાપિતા ! અમે બંને અગિયાર વાર જઈને શીધ્ર ઘરે પાછા આવ્યા તેથી તે માતાપિતા! તમારા બંને વડે અનુજ્ઞા અપાયેલા એવા અમે બંને બારમી વાર લવણ સમુદ્રમાં વહાણ વડે ઉતરવા માટે ઇચ્છીએ છીએ. ત્યાર બાદ માતાપિતાએ તે માકન્દિપુત્રોને આ પ્રમાણે કહ્યું - હે પુત્રો ! મહાપિતા-માતા અને પિતાની પરંપરાથી આવેલું ઘણું હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્રો, વિપુલ ધન, કનક, રત્નમણિ, મૌક્તિક, શંખશિલા, પ્રવાલ રક્તરત્નાદિ બધું સારભૂત અને પોતાની જ માલિકીનું છે, તે સાત પેઢી સુધી ઘણું આપવા માટે, અત્યંત ભોગવવા માટે અને અત્યંત પરિભોગવવા માટે પૂરતું છે, તો તેને જ ભોગવો. હે પુત્રો ! તમને વિપુલ એવી મનુષ્ય સંબંધી ઋદ્ધિ અને સત્કારનો સમુદય છે, તો વિપ્નવાળા અને જરૂર વગરના એવા લવણસમુદ્રના ઉતારણ વડે તમને શું ? (કંઈ પ્રયોજન નથી) અને વળી હે પુત્રો ! બારમી યાત્રા ઉપસર્ગવાળી પણ થાય, તેથી તમે બે પુત્રો બારમી વાર વહાણ વડે લવણ સમુદ્રને ન ઉતરો. જેથી તમારા બંનેના શરીરને આપત્તિ ન થાય.
ઈન્દ્રિયપરાજયશતક ૮૭